Site icon Revoi.in

દેશના વિભાજન સમયે વિખૂટા પડેલા ભાઇઓનું 74 વર્ષે મિલન, સર્જાઇ ભાવનાત્મક ક્ષણો, જુઓ VIDEO

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનમાં કરતારપુર સ્થિત દરબાર સાહિબ પાસે ભારતના ભાગલા સમયે એકબીજાથી વિખૂટા પડેલા બે ભાઇઓનો ભરત મિલાપ થયો હતો. ભારત-પાકિસ્તાનના વિભાજનથી 74 વર્ષ બાદ બે ભાઇઓ એકબીજાને મળ્યા ત્યારે ખૂબ જ ભાવુક ક્ષણો જોવા મળી હતી. બંને પાઘડીધારી ભાઇઓના મિલાપથી ક્ષણો વધુ ભાવનાત્મક બની હતી. આ બે વૃદ્વ ભાઇઓનું 74 વર્ષ બાદ મિલન હતું. ક્ષણો એટલી ભાવુક હતી કે ભક્તોનો સમૂહ પણ થોડા સમય માટે જાણે કે થંભી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહેતા મુહમ્મદ સિદ્દીકી અને ભારતમાં રહેતા તેના ભાઇ મુહમ્મદ હબીબ અકા શૈલા વચ્ચે આટલા વર્ષો બાદ થયેલા મિલાપને સૌ કોઇની આંખો ભીની કરી દીધી હતી. સોશિયલ મીડિયાના ફળસ્વરૂપે હબીબના પરિવારે તેમના ભાઇને શોધી કાઢ્યાઅને ભારતીયો માટે કરતારપુર બોર્ડર ખોલતાની સાથે જ મળવાની તક સાંપડી હતી.

જુઓ વીડિયો:

આ મિલાપ દરમિયાન હબીબે પોતાના ભાઇ વિશે જણાવ્યુ હતું કે, તેના ભાઇએ લગ્ન નથી કર્યા અને સમગ્ર જીવન તેની માતાની સેવામાં વ્યતિત કર્યું છે. પંજાબના હોશિયારપુર જીલ્લાની સુનીતા દેવી પણ પાકિસ્તાનમાં પોતાના સંબંધીઓને મળવા સરહદ પાર ગઇ હતી. જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે તેમના પિતાએ અહીંયા વસવાટ કરવાનું નક્કી કર્યું જ્યારે તેમના ભાઇ ફૈસલાબાદમાં સ્થાયી થયા.

બીજી તરફ કરતારપુર કોરિડોર ખાતે કેટલાક ઓનલાઈન મિત્રો પણ મળ્યા છે. અમૃતસરના જતિન્દર સિંહે પ્રાર્થના કરવાની સાથે સાથે તેમના પ્રેમને મળવા માટે કોરિડોર પાર કર્યો હતો. તે તેમની ફેસબુક ગર્લફ્રેન્ડને મળ્યો જે લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં અનુસ્નાતકની વિદ્યાર્થિની છે.