Site icon Revoi.in

અન્નદાતાઓ આનંદો! સરકારે ખેડૂતો માટેની આ યોજનાની અવધિ લંબાવી

Social Share

નવી દિલ્હી: અન્નદાતા માટે એક ખુશખબર છે. હવે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાને 2025-26 સુધી લંબાવી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વર્ષ 2015માં મોદી સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી અને હવે ખેડૂતોને બારેમાસ સિંચાઇનું પાણી મળી રહે તે આશયથી આ યોજનાની અવધિ લંબાવવામાં આવી છે. મોદી સરકારે આ યોજનાનો સમયગાળો વધારતા હવે દેશભરના 22 લાખ ખેડૂતો લાભાન્વિત થશે.

કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે, આજની બેઠકમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાને 2021-22થી માંડીને 2025-26 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનાને ચાલુ રાખવા પાછળ હવે 93 હજાર કરોડનો વધારાનો ખર્ચ થશે.

આ યોજનાનો લાભ લેવા માટે શરત એ છે કે ખેડૂત પાસે ખેતીલાયક જમીન હોવી અનિવાર્ય છે. આ યોજનાના લાયક લાભાર્થીઓ દેશના તમામ વર્ગના ખેડૂતો હશે. તે ઉપરાંત સહકારી મંડળીઓ, કોર્પોરેટ કંપનીઓ, ઉત્પાદકો ખેડૂતોના જૂથોના સભ્યોને પણ આ યોજના હેઠળ લાભ અપાશે.