Site icon Revoi.in

ઝડપથી દેશના નાગરિકોને અપાઇ રહી છે કોરોના વેક્સિન, ગુરુવારે 11 લાખ જેટલા ડોઝ અપાયા

Social Share

નવી દિલ્હી: સમગ્ર ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગત 2 દિવસથી બીજા તબક્કામાં આપવામાં આવી રહેલી રસીકરણમાં મોટી સંખ્યામાં લોકો રસી મેળવી રહ્યા છે. જેમાં સરકારી તેમજ ખાનગી બન્ને હોસ્પિટલોમાં કોરોનાની રસી આપવામાં આવી રહી છે.

ગુરુવારે સમગ્ર દેશમાં કોરોના રસીકરણની વાત કરીએ તો દેશમાં લગભગ 11 લાખ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે, જ્યારે બુધવારે 10 લાખ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી હતી.

દેશમાં લગભગ રોજના કોરોના વાયરસની રસીના 5 લાખ ડોઝ આપવામાં આવતા હતા પરંતુ ગત 2 દિવસમાં આ આંકડામાં 50 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ સમય દરમિયાન 60થી ઉપરના દેશા નાગરિકો તેમજ 45-49 વર્ષના કે જેઓ ગંભીર બીમારીઓથી પીડાય છે તેમને રસી આપવામાં આવી રહી છે.

ગુરુવાર સાંજ સુધીની વાત કરીએ તો સાંજે 7 વાગ્યા સુધીમાં દેશમાં 10.9 લાખ લોકોએ કોરોના વાયરસની રસી લીધી છે. જેમાંથી 4.9 લાખ ડોઝ 60 વર્ષથી ઉપરના નાગરિકોને આપવામાં આવ્યા છે, જ્યારે 75,147 ડોઝ એવા લોકોને અપાયા છે જેઓ ડાયાબિટિસ, કેન્સર જેવી ગંભીર બીમારીઓ ધરાવે છે.

દેશમાં અત્યાર સુધીમાં 1.7 કરોડ લોકોને કોરોના વાયરસના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 68.4 લાખ આરોગ્ય કર્મીઓ, 60.02 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સનો સમાવેશ થાય છે કે જેમણે રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 30.8 લાખ હેલ્થ વર્કર્સ અને 57.177 ફ્રન્ટલાઇન વર્કર્સ છે જેમણે રસીનો બીજો ડોઝ લીધો છે. 14.9 લાખ સિનિયર સિટિઝન અને 2.2 લાખ ગંભીર બિમારીઓથી પીડાતા લોકોનો સમાવેશ થાય છે.

આ સિવાય દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધ્યું છે, જેને કારણે ત્યાં રસીકરણ અભિયાનને ઝડપી બનાવવું મુશ્કેલ છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તામિલનાડુ, ગુજરાત તેમજ કેરળનો સમાવેશ થાય છે.

(સંકેત)