Site icon Revoi.in

પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો પર જાણો નવા પેટ્રોલિયમ મંત્રીએ શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: કેબિનેટના વિસ્તરણ બાદ હરદીપ સિંહ પુરીએ પેટ્રોલિયમ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ પહેલા ધર્મેન્દ્ર પ્રધાનની પાસે આ મંત્રાલય હતું. પુરીને કેબિનેટ મંત્રી બનાવાયા છે. એક રીતે આ તેમનું પ્રમોશન છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત જ્યારે રેકોર્ડ સ્તરે છે ત્યારે પુરીએ આ કાર્યભાર સંભાળ્યો છે. દેશના મોટા ભાગના મેટ્રો શહેરોમાં પેટ્રોલની કિંમતો 100 રૂપિયાને પાર થઇ ચૂકી છે. જો ભાવમાં વધારો ચાલુ રહેશે તો ડીઝલની કિંમત પણ જલ્દી જ 100 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી જશે.

પુરીએ પેટ્રોલિયમ મંત્રી બનાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ એવું મંત્રાલય છે, જેનો સંબંધ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેશના દરેક નાગરિક સાથે છે. તેમણે ક્રૂડ ઑઇલ અને ગેસનું સ્થાનિક ઉત્પાદન વધારવાની આવશ્યકતા જણાવી.

નવા પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતો અંગેના સવાલનો સીધો જવાબ ન આપ્યો. તેમણે કહ્યું કે, હજુ તેમને જવાબદારી સંભાળ્યાને થોડો સમય જ થયો છે. તે આ મામલાને સમજ્યા બાદ જ એ અંગે વાત કરશે. તેમણે કહ્યું કે, જે બાબતની સમજ નથી હોતી, તે અંગે તેઓ વાત કરવાનું પસંદ નથી કરતા.

તેમણે એમ પણ કહ્યું કે, તેનો ભાર ભારને ગેસ આધારિત અર્થવ્યવસ્થા બનાવવા પર હશે..