Site icon Revoi.in

જાણો શા માટે પૂજા દરમિયાન વગાડાય છે શંખ, જાણો તેની અસરો વિશે

Social Share

નવી દિલ્હી: ભારતીય સંસ્કૃતિમાં શંખનું અનેરું અને મહત્વપૂર્ણ સ્થાન છે. શંખમાં ओ३म ધ્વનિ પ્રતિધ્વનિત હોય છે. પુરાણો અને શાસ્ત્રોમાં શંખ ધ્વનિને ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે શંખનાદથી કોઇપણ સ્થાનની નકારાત્મક્તાને દૂર કરી શકાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર શંખમાં એવા વિશિષ્ટ ગુણો હોય છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. શંખના અવાજથી સૂતેલી ભૂમિ જાગ્રત થઇને શુભ ફળ પ્રદાન કરે છે. કહેવામાં આવે છે કે, જે ઘરમાં શંખ હોય છે, ત્યાં મા લક્ષ્મીનો વાસ હોય છે. લક્ષ્મીની જેમ શંખ પણ સાગરથી ઉત્પન્ન થયો છે. શંખની ગણતરી સમુદ્ર મંથનમાંથી નીકળેલા 14 રત્નોમાં હોય છે.

આ છે શંખના ફાયદાઓ

શંખમાં પાણી ભરીને ઈશાન દિશામાં રાખવાથી પરિવારમાં પરસ્પર તાલમેલ વધે છે. જો બાળક અભ્યાસમાં નબળો છે તો શંખમાં પાણી ભરી પીવાથી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય છે. શંખની ધ્વનિથી સાત્વિક ઉર્જાનો સંચાર હોય છે. સાથે જ નેગેટિવ ઉર્જા પણ ખતમ થાય છે. દક્ષિણવર્તી શંખથી શાલિગ્રામ અને લક્ષ્મીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. તે સિવાય વૈવાહિક જીવનમાં તાળમેળ વધે છે. જે ઘરમાં વાસ્તુ દોષના કારણે નેગેટિવિટી હોય તે ઘરના ઈશાન ખૂણામાં શંખ વગાડવાથી વાસ્તુ દોષનો ખરાબ પ્રભાવ ખતમ થઈ જાય છે. શંખનો અવાજ લોકોને પૂજા-અર્ચના માટે પ્રેરિત કરે છે. માન્યતા છે કે, શંખની પૂજા કરવાથી કામનાઓ પૂર્ણ થાય છે.

તે ઉપરાંત ઘરમાં શંખ રાખવાથી વાસ્તુ દોષથી છૂટકારો મેળવી શકાય છે. સાથે જ ધનની પ્રાપ્તિ પણ થાય છે. જો ઘરમાં કોઇ વાસ્તુ દોષ છે તો, રૂમના ખૂણામાં શંખ રાખવાથી ત્યાં વાસ્તુ દોષ દૂર થઇ જાય છે. શંખનાદ કરવાથી તેની ધ્વનિ જ્યાં સુધી પહોંચે છે, તો ખુશહાલી અને સમૃદ્વિ બનેલી રહે છે. શંખને વિજય, સમૃદ્વિ, સુખ, શાંતિ, યશ અને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવ્યું છે. શંખના ત્રણ પ્રમુખ પ્રકાર છે. જેમાં દક્ષિણાવૃતિ શંખ, મધ્યાવૃતિ શંખ અને વામાવૃતિ શંખ સામેલ છે.

(સંકેત)