Site icon Revoi.in

હવે કોલસાની ગુણવત્તા પર વસૂલાઇ શકે છે ગ્રીન સેસ, સરકારની છે આ યોજના

Social Share

નવી દિલ્હી: ભારતમાં હવે ટૂંક સમયમાં કોલસાની ગુણવત્તાના આધાર પર તેના પર ગ્રીન સેસ લાગે તો નવાઇ નહીં. કેન્દ્ર સરકાર અત્યારે ખરાબ ગુણવત્તાના કોલસા પર કંપનીઓ પાસેથી ગ્રીન સેસ વસૂલ કરે છે, જ્યારે સારી ગુણવત્તાના કોલસા આપનારી કંપનીઓને હવે રાહત આપવા માટે મંથન ચાલી રહ્યું છે.

કોલસા મંત્રાલયે ભલામણો કરી છે કે, સારી ગુણવત્તાના કોલસા પર ઓછા ગ્રીન સેસની વસૂલાત તેમજ ખરાબ ક્વોલિટીના કોલસા પર વધારે ગ્રીન સેસની વસૂલાત કરવી જોઇએ. અત્યારે તમામ ગ્રેડના કોલસા પર સમાન સેસ વસૂલવામાં આવે છે.

કોલસા મંત્રાલયે નાણા મંત્રાલય પાસે માંગ કરી છે કે તેના આ પ્રસ્તાવને GST કાઉન્સીલમાં પણ રાખવામાં આવે. હાલમાં કોલસા પર 400 રૂપિયા પ્રતિ ટનના હિસાબથી ગ્રીન સેસ લગાવવામાં આવે છે. આગામી વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં જ જીએસટી કાઉન્સીલની બેઠક પણ શરૂ થવા જઇ રહી છે. ત્યારે કોલસા કંપનીઓએ સરકાર પાસે માંગણી કરી છે કે, જુલાઇ 2022થી કોલસા પર ગ્રીન સેસની વસૂલાતને ખત્મ કરી દેવામાં આવે.

શું હોય છે સેસ?

સેસ એક પ્રકારનો નાનો ટેક્સ હોય છે, જે મોટા ટેક્સ પર વસૂલવામાં આવે છે. સરકારી આવકમાં વધારો અને દેશહિત માટે કોઈ પરિયોજનાઓને પૂર્ણ કરવા માટે સરકાર કોઈ વસ્તુ પર સેસ લગાવે છે અને એક સમય બાદ તેને વસૂલવાનો બંધ પણ કરી દેતી હોય છે.

Exit mobile version