Site icon Revoi.in

હરિયાણાની પહેલવાન નિશા દહિયા અને તેના ભાઇની ગોળી મારીને હત્યા

Social Share

નવી દિલ્હી: હરિયાણાના સોનીપતમાં પહેલવાન નિશા દહિયા અને તેના ભાઇની ગોળી મારીને હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે.

બનાવની વિગતો અનુસાર, સોનીપત સ્થિત સુશીલ કુમાર એકેડમીમાં એક અજાણ્યા હુમલાખોરે પહેલવાન નિશા દહીયા અને તેના ભાઇની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ગોળીબારમાં નિશાની માતા ધનપતિને પણ ગોળીબારમાં ઇજા પહોંચી છે અને તેને રોહતકની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

ચકચારીભરી ઘટનામાં અજાણ્યા શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરીને પહેલવાન નિશા દહીયા, તેના ભાઇ સુરજ દહિયાની હત્યા કરી નાખી હતી. આ ગોળીબારમાં નિશા અને તેના ભાઇનું ત્યાં જ મોત થયું હતું જ્યારે માતા ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

મહત્વનું છે કે, દહિયા પરિવાર પર ગોળીબાર કર્યા બાદ હુમલાખોર ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

Exit mobile version