Site icon Revoi.in

બિહારમાં કુદરતી આફતનો કહેર – વિજળી પડવાથી એક જ દિવસમાં 16 લોકોના મોત

Social Share

પટના- દેશભરના કેટલાક રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. તો કેટલાક રાજ્યો હાલ પણ ગરમીથી પરેશાન છે આવી સ્થિતિમાં આસામ તથા બિહારમાં વરસદાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.બિહારમાં જાણો કુદરતનો પ્રકોપ વર્તાય રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

વિતેલા દિવસને મંગળવારના રોજ બિહારના વિવિધ જિલ્લાઓમાં પડેલા વરસાદ દરમિયાન વાવાઝોડાને કારણે 16 લોકોના મોત થયા હોવાના એગહવાલ સામે આવ્યા છે. અહીં, મુખ્યમંત્રી નીતિશ કુમારે 16 લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે.

અહીના  ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ અને વીજળી પડવાને કારણે 16 લોકોના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે બિહારના વિવિધ જિલ્લાઓમાં મંગળવારના વરસાદ દરમિયાન વીજળી પડવાથી 16 લોકોના મોત થયા હતા.મુખ્યમંત્રીએ કહ્યું કે આ આફતના આ કપરા સમયમાં તેઓ પીડિત પરિવારોની સાથે છે.

આ સાથે જ  મુખ્યમંત્રીએ મૃતકના નજીકના સંબંધીઓને તાત્કાલિક રૂ.4 લાખની એક્સ-ગ્રેશિયા ગ્રાન્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે ખરાબ હવામાનમાં દરેક વ્યક્તિએ સંપૂર્ણ તકેદારી રાખવી જોઈએ. ખરાબ હવામાનની સ્થિતિમાં વાવાઝોડાને રોકવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવતા સૂચનોનું પાલન કરવાની અપીપલ કરી હતી.

આ સ્થિતિ દરમિયાન તમામ લોકોને  ઘરમાં રહેવા  અને ખરાબ હવામાનમાં સુરક્ષિત રહેવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, 18-19 જૂનના રોજ પણ રાજ્યમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 17 લોકોના મોત થયા હતા.