Site icon Revoi.in

નવી મુંબઈઃ ગેરકાયદે વસવાટ કરતા ચાર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત

Social Share

મુંબઈઃ દેશમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશ તથા અન્ય દેશના નાગરિકોને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન મહારાષ્ટ્રમાં નવી મુંબઈથી એટીએસની ટીમે ચાર જેટલા બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી લેવા હતા. તેમજ તેમને પરત તેમના દેશ મોકલી આપવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નવી મુંબઈમાં ગેરકાયદે રીતે કેટલાક બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરતા હોવાની બાતમી મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે એટીએમની ટીમે તપાસ આરંભીને શંકાસ્પદ હાલતમાં મહોમ્મદ જતીન શેખ, મહોમ્મદ સુમોદ સિકંદર, રિપા જન્નત શેખ અને મુન્ની શિકરાદની બાંગ્લાદેશી નાગરિક મળી આવ્યાં હતા. તેમની પાસેથી ભારતમાં રહેવા માટેના કોઈ દસ્તાવેજ મળી આવ્યાં ન હતા.

આતંકવાદી વિરોધી દળની ટીમે ચારેય શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જે બાદ મુંબઈ પોલીસને હવાલે કર્યાં હતા. જેથી પોલીસે ચારેય બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરીને તેમને તેમના દેશ પરત મોકલી આપવા કવાયત શરૂ કરી હતી. આ ઉપરાંત પોલીસે નવી મુંબઈમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા અન્ય બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે તપાસ આરંભી છે.

(Photo-File)