Site icon Revoi.in

કોરોનાની વચ્ચે નવી આફત ! અમેરિકાના ટેક્સાસમાં મંકીપોક્સનો પ્રથમ કેસ મળી આવ્યો

Social Share

દિલ્હી :અમેરિકાના ટેક્સાસમાં એક વ્યક્તિ ‘ Monkeypox ‘ થી સંક્રમિત મળી આવ્યો છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રએ શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. આ રીતે, ટેક્સાસમાં આ પ્રકારનો પહેલો કેસ સામે આવ્યો છે. આ વાયરલ બીમારી એક અમેરિકી નિવાસીમાં મળી છે, જેણે હાલમાં નાઇજીરીયાથી યુનાઇટેડ સ્ટેટ પ્રવાસ કર્યો હતો. હાલમાં તેને ડલાસમાં દાખલ કરવામાં આવ્યો છે.

ડલાસ કાઉન્ટીના જજ ક્લે જેનકિન્સે જણાવ્યું હતું કે, આ કેસ દુર્લભ હોવા છતાં તે ખતરનાક નથી.અત્યારે આ બીમારીથી સામાન્ય લોકોને કોઈ ખતરો દેખાઈ રહ્યો નથી. નાઇજીરીયા સિવાય આ બીમારીનો પ્રકોપ મધ્ય અને પશ્ચિમી આફ્રિકી દેશોમાં 1970 માં જોવા મળ્યો હતો. સીડીસીના જણાવ્યા અનુસાર,અમેરિકામાં મંકીપોક્સનો કહેર 2003 માં જોવા મળ્યો હતો.

મંકીપોક્સ વાયરસ સ્મોલપોક્સ પરિવાર સાથે સબંધ ધરાવે છે.મંકીપોક્સ એક દુર્લભ પરંતુ સંભવિત રૂપથી ગંભીર વાયરલ બીમારી છે જે સામાન્ય રીતે ફ્લુ જેવા લક્ષણો અને લિમ્ફ નોડસના સોજાથી શરૂ થાય છે. આ પછી ધીરે ધીરે મોટી સંખ્યામાં ચહેરા અને શરીર પર પિમ્પલ્સ દેખાવા લાગે છે. તે શ્વાસોચ્છવાસ દરમિયાન ડ્રોપલેટ્સ દ્વારા એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. સીડીસીએ કહ્યું કે કોવિડ -19 ને કારણે, મુસાફરે માસ્ક પહેરેલું હતું. આને કારણે, વિમાન અને હવાઇમથકો પર શ્વસનના ટીપાં દ્વારા અન્ય લોકોમાં મંકીપોક્સ ફેલાવવાનું જોખમ ઓછું છે.