Site icon Revoi.in

નવા ભારતની ઉંચી ઉડાનઃ ‘તેજસ ફાઈટર જેટ’ની વિશેષતાથી અમેરિકા સહિતના દેશો આકર્ષાયા

Social Share

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો સરક્ષંણ ક્ષેત્રે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. ભારત પણ રશિયા સહિતના દેશો પાસેથી હથિયારોની ખરીદી કરે છે, પરંતુ નવું ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ ભારતીય ફાઈટર એરક્રાફ્ટ તેજસ ફાઈટર જેટ છે. તેજસ ફાઈટર જેટની વિશેષતાઓએ અમેરિકા સહિત છ જેટલા વિકસીત દેશોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે એટલું જ નહીં ભારત પાસેથી તેજસની ખરીદી કરીને પોતાના વાયુસેનામાં તેનો સમાવેશ કરવાનું વિચારી રહ્યાં છે. એટલું જ નહીં મલેશિયાએ તેના એક્વિઝિશન પ્રોગ્રામ હેઠળ આ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ સહિત છ દેશોએ આ વિમાનમાં રક દાખવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતનું સ્વદેશી તેજસ ફાઈટર જેટ મલેશિયાની પહેલી પસંદ બની ગયું છે. દક્ષિણપૂર્વ એશિયાના આ દેશે તેના જૂના યુદ્ધ વિમાનોની જગ્યાએ અત્યાધુનિક તેજસ વિમાનની ખરીદી પર ભારત સાથે વાતચીત શરૂ કરી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર. માધવને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતીય ફાઈટર એરક્રાફ્ટની પસંદગી કરતા પહેલા મલેશિયાના જેએફ-17 જેટ, દક્ષિણ કોરિયાના એફએ-50 અને રશિયાના મિગ-35 અને યાક-130 એરક્રાફ્ટના વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવી હતી. જો કે, મલેશિયાને આ દેશોના એરક્રાફ્ટ સિવાય ભારતનું તેજસ તેની વાયુસેના માટે શ્રેષ્ઠ લાગ્યું. ભારતે મલેશિયાને તેના રશિયન મૂળના Su-30 એરક્રાફ્ટ માટે જાળવણી, સમારકામ અને પુનઃસ્થાપન સુવિધાઓનું પેકેજ પણ ઓફર કર્યું છે.

આ ભારતીય એરક્રાફ્ટ ચીન, રશિયા અને દક્ષિણ કોરિયાના વિકસિત એરક્રાફ્ટ સાથે સ્પર્ધા કરી રહ્યું છે, પરંતુ તેની શ્રેષ્ઠ વિશેષતાઓને કારણે, તેણે તમામ દેશોના વિમાનો ઉપર ભારે પડી રહ્યું છે, આ દેશોના વિમાનોમાંથી ભારતનું તેજસ શ્રેષ્ઠ સાબિત થયું.

સંરક્ષણ નિષ્ણાત પ્રોફેસર અભિષેક પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર, જો તેજસ એરક્રાફ્ટની સરખામણી સુખોઈ સાથે કરવામાં આવે તો તે તેના કરતા ઘણું હળવું છે. આ વિમાનો આઠથી નવ ટનનો ભાર વહન કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ એરક્રાફ્ટ જેટલાં હથિયારો અને મિસાઇલો સાથે ઉડી શકે છે તેટલા જ સુખોઇ એરક્રાફ્ટનું વજન આનાથી વધુ છે. તેમણે કહ્યું કે તેજસનો સૌથી મોટો ફાયદો તેની ઝડપ છે. વિમાન હળવા હોવાની સાથે તેની ગતિ અજોડ છે. આ એરક્રાફ્ટ 52 હજાર ફૂટની ઉંચાઈ સુધી અવાજની ઝડપ એટલે કે મેક 1.6 થી 1.8 જેટલી ઝડપથી ઉડી શકે છે.

તેમણે કહ્યું કે, તેજસ ભારતનું પ્રથમ સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ છે. આમાં, 60 ટકાથી વધુ  સ્પાર્ટનું ઉત્પાદન દેશમાં જ થાય છે. તેની બે શ્રેણીઓ છે. તેની પાસે માર્ક-1એ અને 10 તેજસ માર્ક-1એ (ટ્રેનર) અથવા તાલીમ વિમાન છે. તેજસ માર્ક-1એ ફાઈટર એરક્રાફ્ટની કિંમત 550 કરોડ રૂપિયાથી વધુ છે.

સુખોઈ એરક્રાફ્ટ પણ HALએ બનાવે છે. તેમનું કહેવું છે કે, તેજસ માર્ક-1A સુખોઈ-30MKI ફાઈટર પ્લેન કરતાં પણ મોંઘું છે કારણ કે તેમાં ઘણી અદ્યતન નવીનતાઓ ઉમેરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, તેણે ઇઝરાયેલમાં રડાર વિકસાવ્યું છે. આ સિવાય એરક્રાફ્ટમાં સ્વદેશી રીતે વિકસિત રડાર પણ છે. આ એરક્રાફ્ટ ખૂબ જ હલકું છે અને તેની ફાયરપાવર પણ સારી છે. તે મલ્ટિફંક્શનલ ફાઇટર એરક્રાફ્ટ છે.

તેજસમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્રિટિકલ ઓપરેશન ક્ષમતા માટે તે સક્રિય ઇલેક્ટ્રોનિકલી-સ્કેન રડાર સાથે ફીટ કરવામાં આવ્યું છે. તે હવામાં રિફ્યુઅલ કરી શકે છે અને ફરીથી યુદ્ધ માટે તૈયાર થઈ શકે છે. તેજસ દુશ્મનના વિમાનને દૂરથી નિશાન બનાવી શકે છે. આટલું જ નહીં, તે દુશ્મનના રડારને ચકમો આપવાની ક્ષમતા પણ ધરાવે છે.

તેમણે કહ્યું કે, એવા સમયે જ્યારે ભારતીય વાયુસેનાના કાફલામાં ફાઈટર જેટની અછત છે ત્યારે આ તેજસનું સ્વાગત કરવું જોઈએ. તેજસ વિમાનના આ પ્રોજેક્ટનો પાયો વર્ષ 1983માં જ નાખવામાં આવ્યો હતો. તેજસે જાન્યુઆરી 2001માં તેની પ્રથમ ઉડાન ભરી હતી. આ એરક્રાફ્ટને 2016માં જ ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રનમાં સામેલ કરાયું હતું.