Site icon Revoi.in

ફિલ્મ ‘શમશેરના’નું નવું પોસ્ટર આવ્યું સામે – અભિનેતા સંજયદત્તનો ખુંખાર અંદાજ જોવા મળ્યો

Social Share

 

મુંબઈઃ- રણબીર કપૂરની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ શેમશેરાનું ગઈકાલે 22 જૂનના રોજ ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે હવે આજ રોજ સંજય દત્તે ફિલ્મ શમશેરાનું એક પોસ્ટર શેર કર્યું છે જેમાં તેનો ખુંખાર લુક જોવા મળી રહ્યો છે. 

રિલીઝ થયેલા ટિઝરમાં લોકો સંજય દત્તના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. જો કે ઘણા દર્શકોએ આ બાબતનો વિરોધ કર્યો છે કારણ એ હતું કે સંજય દત્તને ખતરનાક વિલન તરીકે દર્શાવવામાં આવ્યો છે પરંતુ તેના કપાળ પર તિલક-ચંદન પણ છે. લોકો તેને હિન્દુ વિલન હોવાના કારણે વિરોધ કરતા જોવા મળ્યા છે. ત્યારે હવે ફરી આ દરમિયાન સંજય દત્તે હન્ટરનું પોસ્ટર લુક શેર કર્યું છે.ત્યારે હવે આ ફિલ્મનું ટ્રેલર પમ આવતીકાલે એટલે 24 જૂનના રોજ રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મનું આ નવું પોસ્ટર યશ રાજ ફિલ્મ્સ દ્વારા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિવિધ ભાષાઓમાં શેર કરવામાં આવ્યું છે.

આ સિવાય સંજય દત્તે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘શમશેરા’માંથી પોતાનો લુક શેર કર્યો છે. આ સાથે અભિનેતાએ તેના પાત્રનો પણ ખુલાસો કર્યો છે. આ ફિલ્મમાં સંજય દત્ત ઈન્સ્પેક્ટર શુદ્ધ સિંહના રોલમાં જોવા મળશે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મના ટીઝરમાં સંજય દત્તની નિર્દયી સ્ટાઈલ જોવા મળી હતી.

સંજય દત્તે પોસ્ટર સાથે પોતાનો પરિચય પણ આપ્યો છે. જેમાં લખ્યું છે, ઈન્સ્પેક્ટર શુદ્ધ સિંહને મળો. આવતીકાલે તેને શમશેરાના ટ્રેલરમાં જુઓ. પોસ્ટરમાં સંજય દત્તે કપાળ પર લેમ્બ તિલક અને ચંદન લગાવ્યું છે. તેના ગળામાં માળા અને હાથમાં શિકારી છે. તે મોટેથી હસતો હોય તેવું લાગે છે. આ ફિલ્મ યશ રાજ બેનર હેઠળ બની રહી છે. દિગ્દર્શક કરણ મલ્હોત્રા છે. આ ફિલ્મ 22મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Exit mobile version