Site icon Revoi.in

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની નવી રિલીઝ ડેટ જાહેર,જાણો સંપૂર્ણ વિગતો

Social Share

મુંબઈ:આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ગયા વર્ષથી મોકૂફ રાખવામાં આવી છે.દર વખતે કોઈને કોઈ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવે છે અને તે કોરોના પ્રકોપના કારણે મોકૂફ રાખવામાં આવે છે. હવે આ ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મને રિલીઝ કરવાનો મૂડ બનાવી લીધો છે.

દિલ્હી સહિત અનેક રાજ્યોમાં સિનેમાઘરો ફરી ખોલવાની જાહેરાત બાદ સંજય લીલા ભણસાલીએ પણ પોતાની ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. તેની ફિલ્મ હવે 25 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.સંજયે આ ફિલ્મમાં ઘણા પૈસા લગાવ્યા છે, જેના કારણે તેનું સફળ થવું ખૂબ જ જરૂરી છે.હવે આ ફિલ્મની સફળતા માત્ર થિયેટર ખોલવાની શરત પર નિર્ભર રહેશે.

ફેમસ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આ ફિલ્મની નવી રિલીઝ ડેટ વિશે જાણકારી આપી છે.તેણે લખ્યું છે કે,ગંગુબાઈ કાઠિયાવાડીની નવી રિલીઝ ડેટ 25 ફેબ્રુઆરી 2022 સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી છે જેમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ છે. તે 25 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.તે પ્રતિષ્ઠિત 72મા બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રીમિયર થશે. આ ફિલ્મ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે, તેને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ બતાવવામાં આવશે.તેની સાથે જ તેને ભારતમાં પણ રિલીઝ કરવામાં આવશે.

Exit mobile version