Site icon Revoi.in

નવી સ્ક્રેપ પોલીસીઃ ગુજરાતમાં લગભગ 5 કરોડ જેટલા વાહનો ફેરવાશે ભંગારમાં

Social Share

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે. તેમજ પ્રદુષણનું સ્તર ઘટે તે માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન આગામી દિવસોમાં નવી સ્ક્રેપ પોલીસનો આરંભ કરવામાં આવે તેવી શકયતાઓ છે. જેથી રાજ્યમાં લગભગ 5 કરોડ જેટલા વાહન ભંગારમાં ફેરવાઈ જવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. તા. 13મી ઓગસ્ટના રોજ કેન્દ્રીય પરિવહન મંત્રી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતેથી નવી સ્ક્રેપ પોલીસીનો આરંભ કરાવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી કચ્છ અને ભાવનગરમાં દેશનું સૌથી મોટું સ્ક્રેપ બજાર બનવાની પણ જાહેરાત કરે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આ પોલિસીના કારણે 15 વર્ષ જુના વાહન આરટીઓ ખાતે વાહનોની પોલિસી કરવા જશે તો વાહન ફિટનેસ ચકાસણી થશે અને જો વાહનની ફિટેશન યોગ્ય હશે તો વાહનને વધુ બીજા પાંચ વર્ષની પોલિસીની મર્યાદા મળી શકે છે. કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલિસીની જો વાત કરવામાં આવે તો જૂના વાહનોમાં વધુ ધુમાડો છોડવાના કારણે પ્રદૂષણમાં વધુ માત્રામાં વધારો થાય છે અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં પણ વધારો થાય છે. જ્યારે નવા વાહનની તુલનામાં જૂના વાહનો વધુ પ્રમાણમાં પ્રદૂષણ છોડે છે, ત્યારે આ નવી પોલિસીના કારણે 15 વર્ષ કે 20 વર્ષ જૂના વાહનો રસ્તા પરથી હટી જશે અને જેથી નવા વાહનો રોડ પર આવવાના કારણે પ્રદૂષણમાં પણ મહદંશે સુધારો થશે.

(PHOTO-FILE)