Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં નવા વેરિએન્ટનો કહેરઃ ઓમિક્રોનના 6 નવા કેસ નોંધાયા

Social Share

મુંબઈઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને કહેર ફેલાવ્યો છે તો ભારતમાં પણ હવે 150 થી પણ વધુ ઓમિક્રોનના કેસ થઈ ચૂક્યા છે, વિતેલા દિવસે રાજ્યમાં છ લોકો કોરોનાવાયરસના ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યા હતા, જેનાથી રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 54 થઈ ગઈ છે.

ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. વિભાગે જણાવ્યું હતું કે આ 6 દર્દીઓમાંથી બે દર્દીઓનો તાન્ઝાનિયાના ટ્રાવેલ્સની હિસ્ટ્રી ઘરાવે છે.જ્યારે  અન્ય બે ઈંગ્લેન્ડથી અને એક પશ્ચિમ એશિયાથી પરત ફર્યા હતા. જેમાંથી પાંચને રસી આપવામાં આવી છે અને આ દર્દીઓમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. બીજો નવો દર્દી પુણે જિલ્લાના જુન્નરનો પાંચ વર્ષનો એક બાળક પણ છે.

જે 6 કેસ નોઁધાયે છે તેમાંથી ચાર મુંબઈમાં એરપોર્ટ સ્ક્રીનીંગ દરમિયાન મળી આવ્યા હતા,” નિવેદનમાં જણાવાયું છે. આ ચાર દર્દીઓમાંથી એક મુંબઈનો, બે કર્ણાટકના અને એક ઔરંગાબાદનો છે જ્યારે બે તાન્ઝાનિયાની મુસાફરીનો ઇતિહાસ ધરાવે છે, અન્ય બે ઈંગ્લેન્ડની મુસાફરી કરી ચૂક્યા છે. તેમાંથી બે મહિલાઓ છે. દર્દીઓની ઉંમર 21 થી 57 વર્ષની વચ્ચે છે. 1 વ્યક્તિ પૂણેનો છે તેની પણ વિદેશ ટ્રાવેલિંગ હિસ્ટ્રી જોવા મળે છે.