Site icon Revoi.in

શ્રીલંકામાં જોવા મળ્યું ડેલ્ટા વેરિએન્ટનું નવું સ્વરુપ – તપાસ માટે સેમ્પલ હોંગકોંગની લેબમાં મોકલાયા

Social Share

 

દિલ્હીઃ- દુનિયાભરમાં કોરોનાના કેસો હજી પણ જોવા મળી રહ્યા છે ત્યારે વિતેલા દિવસને શુક્રવારે શ્રીલંકામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટના નવા ઉપ વંશની ઓળખ થઈ છે. જેનું વૈજ્ઞાનિક નામ B.1.617.1.એવાય 104 રાખવામાં આવ્યું છે અને તે આ ટાપુ દેશમાં જન્મેલા કોરોના વાયરસનું ત્રીજું મ્યુટેશન બની ગયુ છે. કોરોનાનું ડેલ્ટા વેરિઅન્ટ અત્યંત સંક્રમિત છે અને તેના કારણે આ વર્ષની શરૂઆતમાં અને મધ્યમાં સમગ્ર વિશ્વમાં કેસોમાં ઝડપથી વધારો થયો હતો, તે કેસ વધવાનું કારણ બન્યું હતું.

જો કે, શ્રીલંકામાં સામે આવેલા ડેલ્ટા વેરિઅન્ટના આ ‘એવાય 104’ પેટા-વંશની સંક્રમણની ક્ષમતા વિશે કોઈ જાણકારી મળી નથી,આ સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું કે પેટા-વંશના નમૂનાઓ વધુ વિશ્લેષણ માટે હોંગકોંગની લેબમાં મોકલવામાં આવ્યા છે. સમાચાર અહેવાલ મુજબ, આ પેટા-વંશની ઓળખ શ્રી જયવર્ઘનેપુરા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવી છે.

યુનિવર્સિટીના મોલિક્યુલર એન્ડ સેલ બાયોલોજી વિભાગના ડાયરેક્ટરએ જણાવ્યું હતું કે આ વેરિઅન્ટ સાથે દેશમાં ઉત્પાદિત વેરિઅન્ટની સંખ્યા હવે ત્રણ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે B.411 વેરિઅન્ટ દેશમાં પ્રથમ વખતસામે આવ્યો હતો, જે મૂળ કોરોના વાયરસ વંશનો હતો. B.1.617.2 થી બીજા વેરિએન્ટને AY 28 નામ આપવામાં આવ્યું હતું. તે જ સમયે, ત્રીજો પ્રકાર B.1.617.2 છે. AY 104 છે.

આ મામલે વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે તે મહત્વનું છે કે નવો પ્રકાર ઉત્તર, ઉત્તર-મધ્ય અને દક્ષિણ પ્રાંતોમાં સપાટી પર આવ્યો છે. તે જ સમયે, અગાઉ અહીં ઉદ્દભવેલા પ્રકારો પશ્ચિમી પ્રાંત માં જોવા મળ્યા હતા. અને આ પ્રકાર સેમ્પલના રેન્ડમ ટેસ્ટિંગ દરમિયાન મળી આવ્યા હતા તપાસમાં, કોરોનાના આ નવા ‘AY 104’ વેરિઅન્ટની 288 સેમ્પલમાં પુષ્ટિ થઈ હતી,