Site icon Revoi.in

ગુજરાતના જળાશયોમાં નવા પાણીની આવકઃ 206 ડેમમાં 45 ટકાથી પાણીનો સંગ્રહ

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. જો કે, વરસાદ વરસતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યના રાજયના 206 જળાશયોમાં 252617 પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૩૨ ટકા જેટલો છે. રાજ્યમાં હાલ 14 જળાશયો એલર્ટ ઉપર રાખવામાં આવ્યાં છે.

ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક મળી હતી જેમાં આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે એસડીઆરએફ ટીમોને એલર્ટ કરવામાં આવી છે તમામ જિલ્લાઓ અને જિલ્લા કલેકટરો તથા સમગ્ર વહીવટી તંત્રને સાબદા રહેવાની સૂચના આપવામાં આવે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તેમજ અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના IMD દ્રારા વ્યકત કરવામાં આવી છે. રાજ્યના 28 જિલ્લાના 122 તાલુકામાં ૨૪ કલાક દરમિયાન વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ સુરતના બારડોલીમાં 29 મી.મી નોંધાયો છે.

ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના પગલે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવર ડેમમાં 155117 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 46.63 ટકા % છે. રાજયના 206 જળાશયોમાં 252617 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 45.32 % છે. હાલમાં રાયમાં હાઇ એલર્ટ ૫ર કુલ- 9 જળાશય, એલર્ટ ૫ર કુલ -7 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર- 9 જળાશય છે.