Site icon Revoi.in

ઉપરવાસમાં સતત વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં નવા પાણીની આવકઃ 80 ટકા ભરાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને પગલે ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. ડેમ લગભગ 80 ટકા જેટલો ભરાયો છે. જળની સપાટી ઓવરફ્લોથી 5.94મીટર દૂર  132.74 મીટરે પહોંચી છે. ડેમની સપાટી 138.68 મીટર છે જો સતત નવા પાણીની આવક ચાલુ રહે તો ચાલુ વર્ષે આગામી દિવસો ઓવરફ્લો થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. તેમજ ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર સ્ટેશન ચાલુ કરાતા આ પાવર હાઉસમાંથી જળરાશિ ડિસ્ચાર્જ કરવામાં આવી રહી છે. જેથી સરકાર સરોવર ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. સરદાર સરોવર ડેમ અત્યાર સુધી 80 ટકા જેટલો ભરાયો છે જેથી તેને એલર્ટ ઉપર મુકવામાં આવ્યો છે.

હાલના ફલડ ફોરકાસ્ટ મુજબ RBPHમાંથી નદીમાં છોડાતાં પાણીનો જથ્થો પ્રતિ સેકંડ 44709 ઘનફૂટ છે. ઉપરવાસ બંધોમાંથી છોડાતા પાણી અને જળાશયના સ્ત્રાવ ક્ષેત્રમાં વરસાદના કારણે હાલ બંધમાં પાણીનોજથ્થો વધી રહ્યો છે. હજુ પાણીની આવક થઈ રહી હોવાથી આગામી દિવસોમાં સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાવાની શકયતા છે.