Site icon Revoi.in

પહાડોમાં નવા વર્ષની ઉજવણી અને કોવિડનો ડર!, શિમલા-મનાલીમાં પણ પ્રવાસીઓની ભીડ

Social Share

નવી દિલ્હીઃ ઉત્તર ભરતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે અને પહાડો પર હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે. આજ કારણે પ્રવાસીઓની ભીડ પહાડી રાજ્યો તરફ જવા લાગી છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ક્રિસમસના તહેવાર પર 1.5 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા. નવા વર્ષ દરમિયાન અહિં પ્રવાસીઓની સંખ્યા 80 હજાર થી 1 લાખ નજીક પહોંચી શકે છે. એવો જ હાલ મનાલીનો છે, જ્યા પ્રવાસીઓની ભારે ભીડ પહોંચી રહી છે. બીજી તરફ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા સ્થાનિક તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેમજ કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે દિશામાં કવાયત શરુ કરી છે.

શિમલાના પોલીસ અધીક્ષક સંજીવ કુમાર ગાંઘી એ કહ્યું, ‘ક્રિસમસ અને વિંટર કાર્નિવલને ધ્યાનમાં રાખીને અમે 31 ડિસેમ્બર માટે વ્યવસ્થાપન કરશું. ક્રિસમસ પર અહીં લગભગ 1.5 લાખ પ્રવાસીઓ હતા અને અમે વર્ષના અંતમાં 80,000 થી 1 લાખ લોકો અને લગભગ 2,50,000 સાધનો આવવાની શક્યતા રહેલી છે. શિમલાના એસપી એ કહ્યું પોલીસ ડિપાર્ટમેંન્ટ સીસીટીવી અને ડ્રોન દ્વારા ટ્રફિક પર નજર રાખી રહ્યું છે. પ્રવાસીઓ ના કારણે ટ્રાફિક જામના બનાવો સામે આવી રહ્યાં છે.

સંજીવ કુમાર એ કહ્યું, ‘રાજધાની શિમલામાં પાછલા 10 થી 11 દિવસો દરમિયાન એમે શોઘી બૈરિયર દ્વારા 1,60,000 વાહનોની અવરજવર નોંધી છે. અમારે ત્યાં લગભગ 3 લાખ સ્થાનિક લોકો છે.