Site icon Revoi.in

દિલ્હીમાં ખેડૂતો માટે  એનજીઓ દ્રારા ખાસ મોલ શરુ કરાયો  -ટીકરી બોર્ડર પર શરુ કરાયેલા મોલમાં તમામ જરુરી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ

Social Share

દિલ્હીઃ-દેશની રાજધાની દિલ્હીમાં છએલ્લા 1 મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છએ, સનગ્ર પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતોએ અહી પોતાનું જાણે જીવન વલસાવી લીધુ હોય તેમ જોવા મળી રહ્યું છે, પોતાનાન ધરેથી ભોજનની સાધન સામગ્રી સાથે તેઓ સરકાર સામે લડત આપી રહ્યા છએ, અને કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણી કરી રહ્યા છે, ત્યારે હવે  નવી દિલ્હીની ટીકરી બોર્ડર પર કિસાન મોલ શરૂ કરવામાં આવ્યો છે.

હવે ખેડૂતોને જરુરી સાધન સામગ્રી અને ચીજ વસ્તુઓ મળી રહે તે હેતુસર તેમની મદદે ખાલસા એઇડ નામની એનજીઓ આવી  છે અને આ મોલમાં વગર પૈસે મફ્તમાં ખેડૂતોને અનેક ચીજ વસ્તુઓ પુરી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે,

આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, સ્વયંસેવકોની મદદથી ખેડૂતોને ટોકન આપવામાં આવે છે, ખેડૂતો આ ટોકનની મદદથી તેમને જોઈતી જે તે જરુરી ચીવ વસ્તુઓ એનજીઓ દ્રારા સંચાલિત મોલમાંથી લઈ જઈ શકે છે

આ  શરુ કરવામાં આવેલ કિસાન મોલ ખાલસા એઇડ નામની એનજીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે.આ મોલમાં ખેડૂતોને અહી જીવન જરુરી લાગતી તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવામાં આવશે, આ મોલના મેનેજર જણાવ્યું હતું કે,આ મોલમાં ટુથ બ્રશ, ટુવાલ, અનેક પ્રકારના સાબુ, તેલ, શેમ્પુ, વેસેલિન, મફલર, હિટીંગ પેડ, ગરમ કપડાઓ, થર્મલ સૂટ જેવી કેચટકેટલીક વસ્તુઓ અહી ખેડૂતોને મફત મળી શકશે.

સાહિન-