Site icon Revoi.in

ચંદીગઢમાં ખાતિસ્તાની નેતા પન્નૂની મિલ્કત NIAએની કાર્યવાહી, કોઠી સીલ કરાઈ

Social Share

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની નેતા નિજજરની હત્યાને પગલે સંબંધમાં ખટાશ આવી છે. હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતની સંડોવણીનો કેનેડાના પીએમ ટ્રૂડાએ કરેલા આક્ષેપ બાદ ભારતે પણ વળતા પ્રહાર કર્યાં હતા. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની નેતાઓ સામે લાલ આંખ કરીને પંજાબમાં વિવિધ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાષ્ટ્રીય તપાસનીશ એજન્સી (એનઆઈએ)એ આતંકવાદી અને પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નૂની ચંદીગઢ સ્થિત કોઠીને સીલ કરી હતી. આ ઉપરાંત અમૃતસરમાં પણ તેની મિલકત પણ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નૂની કોઠી સેટર-15માં આવેલી છે. આ કોઠીની બહાર એનઆઈએની ટીમે નોટિસ લગાવી છે. આ ઉપરાંત અમૃતસરના ખાનકોટ ગામમાં પન્નૂની ખેતીની જમીન પણ જપ્ત કરી છે. આ કાર્યવાહી એઆઈએની ટીમ મોહાલીએ કરી હોવાનું જાણવા મળે છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે હાલના દિવસોમાં ભારત અને કેનેડા વચ્ચે અંતર વધી રહ્યું છે. દરમિયાન આતંકવાદી ગુરપતવંત પન્નૂએ કેનેડામાં રહેનારા હિન્દુઓને કેનેડા છોડીને જતા રહેવા માટે ધમકી આપવામાં આવી છે. હાલ પન્નૂ અમેરિકામાં રહેતો હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ ભારતીય સુરક્ષા એજન્સીઓએ પંજાબમાં ખાલિસ્તાન મામલે મોટી કાર્યવાહી કરી હતી. લગભગ પાંચેક હજારથી વધારે પોલીસ કર્મચારીઓએ વિવિધ સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓ ખાલિસ્તાનીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.