Site icon Revoi.in

NIAની ખાલિસ્તાની આતંકવાદીઓ સામે લાલઆંખ , કાર્યવાહી કરતા 5 લોકો પર ઈનામની જાહેરાત કરાઈ

Social Share

દિલ્હીઃ ખાલિસ્તાનીઓમો મુદ્દો હાલ દેશમાં ફરી ઉઠ્યો છે ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્રારા પણ ખાલિસ્તાનીઓ સામે લાલઆંખ  કરી છે કાર્યવાહી કરતા 5 ખાલિસ્તાનીઓ પર ઈનામની જાહેરાત કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ લિસ્તાની આતંકવાદીઓ સામેની કાર્યવાહી તેજ કરી છે.  વિતેલા દિવસના રોજ એજન્સીએ પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના પાંચ સભ્યોની ધરપકડ કરવા તરફ દોરી માહિતી માટે રોકડ ઈનામની જાહેરાત કરી હતી.

ઈનામની જાહેરાત કરેલા 5 ખઆલિસ્તાનીઓ માં હરવિંદર સિંહ સંધુ ઉર્ફે ‘રિંદા’ અને લખબીર સિંહ સંધુ ઉર્ફે ‘લાન્ડા’નો સમાવેશ થાય છે. આ બે માટે 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે અને પરમિંદર સિંહ ખૈરા ઉર્ફે ‘પટ્ટુ’, સતનામ સિંહ ઉર્ફે ‘સતબીર સિંહ’ અને યાદવિંદર સિંહ ઉર્ફે ‘યાદ્દા’ માટે 5 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

આ  વોન્ટેડ આતંકવાદીઓ પર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન BKI માટે ભંડોળ એકત્ર કરવા ઉપરાંત ડ્રગ્સની દાણચોરી અને વેપારીઓ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ પાસેથી મોટા પાયે ખંડણી વડે પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાનો આરોપ છે

આ સાથે જ NIA એ જણાવ્યું કે આ પાંચ આતંકવાદીઓ ભારતની શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા અને પંજાબમાં આતંક ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે BKIની આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ નોંધાયેલા કેસમાં વોન્ટેડ છે. આ કેસ આ વર્ષની શરૂઆતમાં નોંધવામાં આવ્યો હતો.

વઘુ વિગત પ્રમાણે તપાસમાં જાણવા મળ્યું છે કે પાંચ આતંકવાદીઓ નાણાકીય લાભોનું વચન આપીને BKI માટે નવા સભ્યોની ભરતી કરવામાં રોકાયેલા છે. “તેઓએ ભારતના વિવિધ ભાગોમાં તેમની આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે વિવિધ દેશોમાં તેમના ઓપરેટિવ્સનું નેટવર્ક પણ સ્થાપિત કર્યું છે.

અધિકારીએ જણાવ્યું હતું. રિંડા પાકિસ્તાનમાં રહે છે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી રિંડા આતંકવાદી યાદીમાં સામેલ છે અને BKIનો સભ્ય છે. તે પાકિસ્તાનમાં રહે છે. જ્યારે લીન્ડા, ખૈરા, સતનામ અને યાદવિંદર પંજાબના રહેવાસી છે. ટેલિફોન અને વોટ્સએપ નંબર શેર કરતા પ્રવક્તાએ કહ્યું કે, “પાંચ વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ સંબંધિત કોઈપણ ચોક્કસ માહિતી નવી દિલ્હીમાં NIA હેડક્વાર્ટર અથવા ચંદીગઢમાં NIA બ્રાન્ચ ઓફિસ સાથે શેર કરી શકાય છે.”