Site icon Revoi.in

આતંકી સંગઠન IS સાથે જોડાયેલા મામલે  NIA એ મુંબઈ અને પૂણેમાં પાંચ સ્થળોએ દરોડા પાડ્યા

Social Share

 

દિલ્હીઃ- નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ આજે ​​સવારે મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેમાં પાંચ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા.  આ દરોડા આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા કેસ બાબતે કરવામાં આવ્યા છે. પુણેમાં એક જગ્યાએ અને મુંબઈમાં ચાર જગ્યાએ હાલ એજન્સી દ્રારા તપાસ શરુ છે.મુંબઈમાં, NIA અને મુંબઈ પોલીસની સંયુક્ત ટીમે વઝીર કાસ્કેડ સોસાયટી સહિત ચાર સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે કોંધવા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. 

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ , સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને, ISના કથિત ષડયંત્રની તપાસના ભાગરૂપે મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કામગીરીના પરિણામે, ચાર વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી છે, જોકે NIAએ હજુ સુધી આ બાબતે સત્તાવાર નિવેદન આપ્યું નથી.

અટકાયતમાંના એકની ઓળખ ઝુબેર શેખ તરીકે થઈ છે, જેને પુણેમાં પકડવામાં આવ્યો હતો. તેના પાસેથી ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઝુબૈર કર્ણાટકના શિમોગામાં અગાઉ તોડી પાડવામાં આવેલા IS મોડ્યુલ સાથે પણ જોડાણ ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.

સુત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે NIAએ દરોડા બાદ ચાર વ્યક્તિઓની અટકાયત કરી છે જેઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધ ધરાવતા હોવાનું માનવામાં આવે છે અથવા તેઓ પ્રેરિત છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે  આ વ્યક્તિઓ 2021 થી તેમની શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે દેખરેખ હેઠળ છે. સર્ચ દરમિયાન, આરોપીઓ અને તેમના રહેઠાણોમાંથી ડિજિટલ ઉપકરણો સહિત અનેક ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી આ વનાતની પૃ।્ટિ સુત્રોએ કરી હતી.