Site icon Revoi.in

નિરજ ચોપરા એ વધુ એક ઉપલબ્ધિ મેળવી- લુસાને ડાયમંડ લીગ જીતનારા પ્રથમ ભારતીય બન્યા

Social Share

 

દિલ્હીઃ- ઓલિમ્પિક ચેમ્પિયન ભાલાફેંકના રમતવીર નીરજ ચોપરાએ વિતેલા દિવસને  શુક્રવારે ફરીથી ઇતિહાસ રચ્યો હતો ,નીરજે ડાયમંડ લીગ મીટનું લુસાને સ્ટેજ ટાઇટલ જીત્યું છે ,બીજી મહત્વની વાત એ છે કે આ જીતનારપ તે પ્રથમ ભારતીય બન્યો હતો.ઓલિમ્પિક ચેમ્પિયન ભાલાફેંક ચોપરાએ આ લીગમાં 89.08 મીટરના પ્રથમ થ્રો સાથે ડાયમંડ લીગ જીતી હતી.

આ સાથે તે 7 અને 8 સપ્ટેમ્બરે ઝ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલમાં પણ પહોંચી ગયો છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય છે. તેણે હંગેરીના બુડાપેસ્ટમાં 2023ની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય કર્યું છે.

ગયા મહિને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતતી વખતે તેને પીઠમાં ઈજા થઈ હતી. જેના કારણે નિરજ આ કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી ગયા હતા. ચોપરાએ એક મહિના સુધી આરામ કર્યો પરંતુ ફરીથી તેણે પોતાની કાબિલયય દેખાડી અને વધુ એક સિદ્ધી હાંસલ કરી.

ચોપરા એ ટાઇટલ જીતવાના પ્રથમ પ્રયાસમાં 89.08m રિપીટ 89.08m બરછી ફેંકી હતી. આ તેની કારકિર્દીનો ત્રીજો શ્રેષ્ઠ પ્રયાસ છે. ઈજાના કારણે તેણે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો ન હતો.છત્તા ફરી તેણએ પોતાની મહેમન કાયમ રાખી,ચોપરા ડાયમંડ લીગ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. ચોપરા પહેલા, ડિસ્કસ થ્રોઅર વિકાસ ગૌડા ડાયમંડ લીગ મીટમાં ટોપ થ્રીમાં પ્રવેશ મેળવનાર એકમાત્ર ભારતીય છે.