Site icon Revoi.in

કોર્પોરેટ ટેક્સમાં છૂટને આરબીઆઈ ગવર્નરે ગણાવ્યો બોલ્ડ નિર્ણય, કર્યું સ્વાગત

Social Share

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં છૂટનું એલાન કર્યું છે. આ એલાન પર રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ છે કે આનાથી કોર્પોરેટને ફાયદો થશે. આ છૂટથી કંપનીઓને ફાયદો થશે. આનાથી વિદેશી રોકાણ આવશે. આ એક કડક નિર્ણય છે. આનાથી લોકોને ફાયદો થશે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ છે કે કોર્પોરેટને લાભ મળશે, પરંતુ કોઈ સમસ્યા આવશે, તો તેને સરકાર સુધારશે. ગ્રોથ માટે ઘણાં સેક્ટર જોડાયેલા છે. બેંકિંગ, ઈન્ડસ્ટ્રીને પાયદો આપવાથી તમામને ફાયદો થાય છે. આનાથી રોકાણ વધે છે. રોકાણ વધવાથી કંપનીની સાથે દેશને પણ ફાયદો થાય છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે કંપની અને કારોબારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનું એલાન કર્યુ છે. આના સંદર્ભે વટહુકમ પાસ થઈ ચુક્યો છે. આ એલાન બાદ સેન્સેક્સમાં લગભગ 1500 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 37 હજારને પાર ગયો છે. નિફ્ટીમાં પણ 400 અંકોનો ઉછાળ આવ્યો છે.

તેની સાથે જ નિર્મલા સીતારમણે કહ્યું છે કે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટશે. ડોમેસ્ટિક કંપનીઓ પર કોઈપણ છૂટ વગર ઈન્કમટેક્સ 22 ટકા હશે, જ્યારે સરચાર્જ અને સેસ જોડીને પ્રભાવી દર 25.17 ટકા થઈ જશે. સરકારે આ એલાન બાદ 1.45 લાખ કરોડનું મહેસૂલી નુકસાન થશે.

સરકારે ઈક્વિટી કેપિટલ ગેન્સ પરથી સરચાર્જ હટાવી લીધો છે. નિર્મલા સીતારમણે કહ્યું છે કે લિસ્ટેડ કંપનીઓને હવે બાયબેક પર ટેક્સ આપવો પડશે નહીં કે જેમણે 5 જુલાઈ-2019 પહેલા બાયબેક શેરનું એલાન ક્રયું છે. તેની સાથે મેટ એટલે કે મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે.