Site icon Revoi.in

જો કોઈ જાતિની વાત કરશે, તો હું તેને જૂડી નાખીશ: નીતિન ગડકરી

Social Share

સંસદમાં નાગપુર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરનારા કેન્દ્રીય સડક પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યુ છે કે તેઓ જ્ઞાતિવાદમાં વિશ્વાસ ધરાવતા નથી. તેમને ખબર નથી કે તમારે ત્યાં શું છે, પરંતુ તેમના પાંચ જિલ્લાઓમાં જ્ઞાતિવાદને કોઈ સ્થાન નથી, કારણ કે તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ જ્ઞાતિની વાત કરશે, તો તેઓ તેની પિટાઈ કરી દેશે.

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી આજકાલ તેમની જાહેર ટીપ્પણીઓને કારણે ખાસા ચર્ચામાં છે. તાજેતરના દિવસોમાં તેમની કેટલીક જાહેર ટીપ્પણીઓને વડાપ્રધાન મોદી સાથે સાંકળીને પણ જોવામાં આવી છે. ઘણાં નિવેદનોના કારણે ગડકરીને પીએમ પદના સંભવિત ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ વખતે તેમણે કંઈક અલગ જ વાતચીત કરી છે.

ગડકરીએ રવિવારે હળવા અંદાજમાં કહ્યુ છે કે તેમના વિસ્તારમાં જ્ઞાતિવાદને કોઈ સ્થાન નથી, કારણ કે તેમણે ચેતવણી આપી છે કે જ્ઞાતિ બાબતે વાત કરનારાઓની તેઓ પિટાઈ કરશે.

પુણેના પિંપડી-ચિંચવાડમાં પુનરુત્થાન સમરસતા ગુરુકુલમ તરફથી આયોજીત એક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા ગડકરીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યુ હતુ કે સમાજને આર્થિક અને સામાજિક સમાનતાને આધારે સાથે લાવવો જોઈએ. તેમા જ્ઞાતિવાદ અને કોમવાદને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.

નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ ગડકરીએ કહ્યુ છે કે તેઓ જ્ઞાતિવાદમાં વિશ્વાસ ધરાવતા નથી. તેમને ખબર નથી કે તમારે ત્યાં શું છે, પરંતુ તેમના પાંચ જિલ્લાઓમાં જ્ઞાતિવાદને કોઈ સ્થાન નથી, કારણ કે તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ જ્ઞાતિની વાત કરશે, તો તેઓ તેની પિટાઈ કરી દેશે.

એનસીપીના પ્રમુખ અને ગડકરીના મિત્ર શરદ પવાર પણ તેમની ટીપ્પણીઓ અને તેમને વડાપ્રધાન પદના દાવેદાર ગણાવવાના મામલે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. શરદ પવારે શનિવારે કહ્યુ હતુ કે ગડકરી માટે તેઓ ચિંતિત છે, કારણ કે તેમને વડાપ્રધાન મોદીના સંભવિત વિકલ્પ તરીકે રજૂ કરાઈ રહ્યા છે. પવારે કહ્યુ છે કે ગડકરી તેમના મિત્ર છે. તેમણે સાથે કામ કર્યું છે. તેમનું નામ રજૂ થઈ રહ્યું છે અને તેના કારણે તેઓ ચિંતિત છે. જો કે પવારે પોતાની ગડકરી માટેની ચિંતા સંદર્ભે વધુ ફોડ પાડવાનું ટાળ્યું હતું.