Site icon Revoi.in

લોકસભામાં વિપક્ષે રજૂ કર્યો અવિશ્વાસ પ્રસ્તાવ, સ્પીકરે પણ મંજૂર કર્યો

Social Share

દિલ્હીઃ-  સંસદના ચોમાસુ સત્રનો આજે પાંચમો દિવસ છે. પરંતુ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે હંગામો હોલ પણ ચાલુ છે. મણિપુર મુદ્દે કોંગ્રેસ અને બીઆરએડ  સંબંધિત સરકારો સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેનો સ્વીકાર કર્યો છે.

લોકસભામાં અનેક મુદ્દાઓને લઈને વિપક્ષ હંગામો કરી રહ્યું છે આવી સ્થિતિમાં છેલ્લા બે દિવસથી વિપક્ષ દ્રારા અવિશ્વાસ  અપ્રસ્તાવ રદૂ કરવાની અટકળો ચાલી રહી હતી ત્યારે આજરોજ બુધવારે છેવટે વિપક્ષે લોકસભાના અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે અને સ્પીકર દ્રારા તેને મંજૂર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુર હિંસા પર સંસદમાં આજે પણ હોબાળો ચાલુ રહ્યો હતો. વિપક્ષે આ મુદ્દે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને બાદમાં સ્પીકરે સ્વીકારી લીધો હતો.

જો કે મણિપુર પર ચર્ચા માટે ગૃહમાં વડા પ્રધાનની હાજરીની માગણી કરતા વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

મળતી વિગત પ્રમાણે વિશ્વાસ પ્રસ્તાવ સ્વીકાર્યા બાદ લોકસભા સ્પીકરે કહ્યું કે તેઓ તમામ પક્ષો સાથે વાત કર્યા બાદ ચર્ચા માટેનો સમય નક્કી કરશે.વિપક્ષે લોકસભામાં કેન્દ્ર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી જેને બાદમાં અધ્યક્ષે પણ સ્વીકારી હતી.