Site icon Revoi.in

વાળ ખરતા અટકાવવા હવે મોંઘા શેમ્પૂની જરૂર નથી: ઘરે જ બનાવો આ મેજિકલ ડ્રિંક

Social Share

આજના સમયમાં પ્રદૂષણ, અનિયમિત આહાર અને માનસિક તણાવને કારણે યુવાનોમાં વાળ ખરવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. બજારમાં મળતા કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પહોંચાડતા હોય છે. ત્યારે આયુર્વેદ અને કુદરતી આહારમાં રહેલા તત્વો સ્કેલ્પને અંદરથી મજબૂત કરી શકે છે. નિષ્ણાતોના મતે, એક ખાસ હેલ્ધી ડ્રિંક વાળને મૂળમાંથી મજબૂત કરવાની સાથે ત્વચા પર પણ અદભૂત ચમક લાવી શકે છે.

આ હેલ્ધી ડ્રિંક બનાવવા માટે કોઈ મોંઘી વસ્તુઓની જરૂર નથી, પરંતુ રસોડામાં જ ઉપલબ્ધ ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવાનો છે.

સફરજન અને દાડમ: જે વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે.

ગાજર અને બીટ : જે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે અને રક્તશુદ્ધિ કરે છે.

આમળા: જેને વાળ માટે ‘અમૃત’ માનવામાં આવે છે, તે વિટામિન-C નો મુખ્ય સ્ત્રોત છે.

આ તમામ સામગ્રીને મિક્સરમાં પીસીને તાજો જ્યુસ તૈયાર કરો. આ ડ્રિંકનો મહત્તમ લાભ લેવા માટે તેને ગાળ્યા વગર જ પીવાની સલાહ આપવામાં આવે છે, જેથી શરીરમાં જરૂરી ફાઈબર પણ પહોંચી શકે. આ જ્યુસનું સેવન દરરોજ સવારે ખાલી પેટે કરવું જોઈએ.

સ્કેલ્પનું પોષણ: વિટામિન અને મિનરલ્સ સીધા જ વાળના મૂળ સુધી પહોંચી તેને મજબૂત બનાવે છે.

બોડી ડિટોક્સ: આ ડ્રિંક લોહીમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે, જેની સીધી અસર ચહેરાના નિખાર પર જોવા મળે છે.

કુદરતી ગ્લો: નિયમિત સેવનથી ખીલ અને ડાઘની સમસ્યામાં પણ રાહત મળે છે અને ત્વચા તેજસ્વી બને છે.

(Photo-File)

આ પણ વાંચોઃ પાકિસ્તાની યુવતીઓનો “ધુરંધર” ડાન્સ, જુઓ વીડિયો

Exit mobile version