Site icon Revoi.in

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાના કાર્યક્રમમાં કર્યો ફેરફાર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચુટણીની જાહેર થઈ હોવાથી રાજ્યમાં ધણી યુનિવર્સીટીઓએ પોતાની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર ક્રયો છે. ત્યારે આજે રાજ્યની વધુ એક યુનિવર્સીટી દ્વારા ચુટણીને કારણે પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે. પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 10 નવેમ્બર-2022થી શરૂ થનારી તમામ પરીક્ષાઓને સ્થગિત કરી છે. સ્થિત કરેવી તમામ પરીક્ષાઓ હવે 20 ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કરાયો છે.

યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો. મિતુલ દેલિયાએ એક મુલાકાતમાં જણાવ્યું કે યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની સેમ-૩ ની પરીક્ષાઓ કે જે 10 નવેમ્બરથી ચાલુ થનાર હતી તે તમામ પરીક્ષાઓ આગામી 20 ડિસેમ્બરથી લેવામાં આવશે.  યુનિવર્સિટીની રમતગમત સ્પર્ધાઓ, એનસીસીના કેમ્પ ચાલુ હોઇ તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનો સ્ટાફ અને બિલ્ડીંગો ચૂંટણીમાં રોકાયેલ હોય 10 નવેમ્બરથી શરૂ થનાર તમામ પરીક્ષાઓ પાછી ઠેલીને 10 ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કરવામાં આવેલ છે.