Site icon Revoi.in

ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં છેલ્લા અઠવાડીયાથી નથી નોંધાયો એક પણ કોરોનાનો કેસ – 

Social Share

અમદાવાદઃ-સમગ્ર વિશ્વ વિતેલા વર્ષની શરુાતથી જ કોરોના વારસની મહામારીમાં સપડાયુ હતું, ત્યાર બાદ વિશઅવના અનેક દેશોમાં કોરોનાનો કહેર વકર્યો હતો, જો કે ભારત અન્ય દેશોની સરખામણીમાં સાજા થવાના દરમાં મોખરે રહ્યું છે, ત્યારે હવે હાલ દેશના કેટલાક રાજ્યોમાં છએલ્લા અઠવાડીયાથી કોરોનાના એક પણ કેસ સામે આવ્યા નથી.

કોરોનાકાળમાં પીએમ મોદીએ લીટગેલા પગલાઓ ખૂબજ કારગાર સાબિત થાય છે, આ સાથે જ દેશની જનતાએ આપેલો સહકાર પણ ફળ્યો છે, ઘીરે ધીરે દેશ કોરોના મૂક્ત થવા જઈ રહ્યો છે.

જો ગુજરાતની વાત કરવામાં આવેતો ગુજરામાં કોરોના વાયરસનો કહેર હવે ખૂબજ નહીવત રહ્યો છે. રાજ્યમાં આવતા દૈનિક નવા કેસ ઘટવાની સાથે-સાથે મૃત્યુઅંક પણ ઘટતો જોવા મળી રહ્યો છે,જે એક સકારાત્મર બાબાત છે.

હાલ રાજ્યમાં એક્ટચિવ કેસની સંખ્યા પહેલાના પ્રમાણમાં તદ્દન સામાન્ય જોવા મળી રહી છે, રાજ્ય સરકાર દ્વાર ફેબ્રુઆરી માટે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં 4 મુખ્ય શહેરોમાં રાત્રી કરફ્યુ 15 ફેબ્રુઆરી સુધી લંબાવવાની સાથે-સાથે રાત્રી કરફ્યુનો સમય પણ  ઘટાડવામાં આવ્યો છે.જે ઘટતા કોરોનાના કેસની અસર છે.

ઉલ્લેખનીય છે કે 16મી જાન્યુઆરીથી કોરોના વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોના વાયરસની વેક્સિન પહેલા ફ્રન્ટલાઈના લોકોને આપવાની શરુઆત થઈ છે.

ગુજરાત રાજ્યમાં સતત ચોથા દિવસે 300થી ઓછા નવા કોરોના કેસ નોંધાય રહ્યો છે, 3 ફેબ્રુઆરીના રોજ 283 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે,હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો, જેમાં ગુજરાતના ઘણા જીલ્લાઓ એવા છે કે જ્યા એક અઠવાડીયાથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.

સાહિન-