Site icon Revoi.in

માત્ર કેરી જ નહી પરંતુ કેરીની ગોટલી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ,જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ વિશે

Social Share

સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કાચી કેરી અને પાકી કેર ીબન્ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે એઠલું જ નહી તે સૌ કોઈને ભાવતી પણ હોય છે,જો કે ઘણા ઓછા લોકો જાણતા હશે કે કેરીની સાથે સાથે કેરીની અંદર જે ગોટલી આવે છે તે પણ શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડવાનું કામ કરે છે,તો ચાલો જાણીએ ગોટલીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે.

 કેરીની ગોટલી કોઈ દવાથી કમ નથી આંકી શકાતી તે દવાનું જ કાર્ય કરે છે.તેનાથી ઘણી બીમારીઓથી છુટકારો મળી શકે છે. કારણ કે કેરીની ગોટલીમાં પોટેશિયમ, સોડિયમ, આયર્ન, કોપર, ઝિંક, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. 

જો તમે પણ વાળ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો કેરીની દાળ એક ઉત્તમ વિકલ્પ છે. વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેમાંથી બનાવેલા પાવડરની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. તેનાથી તમારા વાળ મજબૂત થશે અને તમને વાળની ​​સમસ્યાથી પણ છુટકારો મળશે.

 કેરીની ગોટલી ત્વચા માટે સારુ ક્રાય કરે છે. આ માટે કેરીની ગોટલીમાંથી બનેલા તેલનો ઉપયોગ કરો. તેનાથી તમને ફાયદો થશે.આ તેલથી ચહેરા પર માલીશ કરી શકો છો આ સાથે જ તમે કેરીની ગોટલીને પીસીને તેમાં હરદળ અને મધ નાખી ફેસપેક બનાવી ચહેરા પર લગાવી શકો છો જેનાછથી ગ્લો આવે છે

કેરીની ગોટલીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. આ સાથે તેમાં રહેલા ઔષધીય ગુણોને કારણે તે દાંતને પણ મજબૂત બનાવે છે. તેથી જો તમે તમારા દાંતને મજબૂત બનાવવા માંગો છો, તો તમે તેનું સેવન કરી શકો છો.એથવા તો ગોટલીને દાંતમાં દિવસમાં 3 વાર ઘસી શકો છો તેમાંથી દાંતની વ્હાઈનેટ આછી થતી નથી દાંત ચમકદાર બને છે.

કેટલીક સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. આમાં પણ કેરીની દાળ ખૂબ જ ફાયદાકારક છે. જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન તીવ્ર દુખાવો થતો હોય તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. આ માટે તમે તેનો પાવડર બનાવીને તેનું સેવન કરી શકો છો.

આ સાથે જ આજકાલ બ્લડપ્રેશની સમસ્યા ઘમા લોકોને છે આ સમસ્યામાં કેરીની ગોટલી દવાનું કામ કરે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.તેથી ગોટલીનું સેવન જો આ દર્દીઓ કરે તો ખૂબ રાહત મળે છે.