Site icon Revoi.in

કોરોનાથી બચવા માટે માત્ર માસ્ક જ નહીં સામાજીક અંતર પણ જરૂરીઃ રિપોર્ટ

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. તેમજ કોરોનાકાળમાં હવે માસ્ક જીવનનો એક અંગ બની ગયું છે. ત્યારે અમેરિકામાં માસ્કને લઈને રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માત્ર માસ્ક પહેરવું કાફી નથી, પરંતુ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું જોઈએ.

કોવિડ-19 થી બચવા માટે પાંચ પ્રકારના પદાર્થોથી બનેલા માસ્ક અને શરદી-ઉધરસ દરમિયાન વાયરસ યુક્ત ટીપાઓને ફેલાવવા પર માસ્કની આસર પર સ્ટડી કરવામાં આવી હતી. અમેરિકા સ્થિતિ ન્યૂ મેક્સિકો સ્ટેટ યૂનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર કૃષ્ણાએ કહ્યુ કે, માસ્ક નિશ્વિત રીતે મદદ કરે છે, પરંતુ જ્યારે લોકો એક બીજાની ખૂબ જ નજીક રહે છે તો તેમના માસ્ક પહેરવા છતાં સંક્રમણથી ફેલાવવા અને તેની ચપેટમાં આવવાનો ખતરો છે. વાયરસ ફેલાવવાથી રોકવામાં માત્ર માસ્ક જ મદદ નથી કરતું, પરંતુ માસ્ક અને સામાજિક અંતર બંને જ જરૂરી છે.

રિસર્ચર્સે આ કણોને પાંચ પ્રકારની વસ્તુઓથી બનેલા માસ્ક, સામન્ય કપડા, બે પડવાળા કપડાના માસ્ક, , સર્જિકલ માસ્ક અને ચિકિત્સામાં વપરાશમાં N-95 થી રોકવાની કોશિશ કરી હતી. તેમણે જણાવ્યુ કે, સંક્રમિત વ્યક્તિ દ્વારા એક વખત છીંકવાથી 20 કરોડ સુધી વાયરસના કણ બહાર નીકળે છે.