Site icon Revoi.in

માત્ર કોળું જ નહી કોળાનું જ્યુંસ પણ આરોગ્યને પહોંચાડે છે ઘણા ફાયદા, જાણીલો તેના સેવનથી થતા લાભ

Social Share

સામાન્ય રીતે ડોક્ટર્સ આપણાને શાકભાજી ખાવાની અને શાકભાજીના સુપ પીવાની સલાહ આપતા હોય છે ખઆસ કરીને જો શિયાળામાં આહાર વિશે વાત કરીએ તો સવારે ખાલી પેટે સબજીના જ્યુસ પીવામાં આવે તો હેલ્થને ઘણા ફાયદા થાય છે આજે આવાજ એક જ્યપુસની વાત કરીશું કોળાનું જદ્યુંસ, કોળાની સબજી તો આરોગ્ય માટે ગુણકારી છે જ પરંતુ તેનાથી પણ વઘુ ગુણો તેના જ્યુસમાં સમાયેલા છે.

કોળું સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ કોળાનો રસ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. કોળાના રસમાં વિટામિન, ફાઈબર, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે.
કોળાના રસમાં વિટામિન E, A અને એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે દરરોજ કોળાના રસનું સેવન કરીને તમારી ત્વચાને સ્વસ્થ રાખી શકો છો.
આસાથે જ કોળાના આટલા રસનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.