Site icon Revoi.in

હવે જમ્મુ કાશ્મીરમાં લાઉડ સ્પિકર પર પ્રતિબંધ  – ગૃહમાં કાઉન્સિલરોના અભિપ્રાય બાદ આ પ્રસ્તાવને મળી મંજૂરી 

Social Share

 

શ્રીનગર – દેશભરમાં છેલ્લા ઘણા સમયથી લાઉડ સ્પિકરને લઈને વિવાદ ચાલી રહ્યો છે ઘણા રાજ્યોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે તો કેટલાક સ્થળોએ મંજૂરી વગરના લાઉડ સ્પિકરોને હટાવી લેવામાં આવ્યા છએ ત્યારે હવે આ સ્થિિમાં જમ્મુ શહેરમાંમ પણ લાઉડજ સ્પિકર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છએ.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ હાઉસની બીજી બેઠક આજરોજ મંગળવારેયોજાઈ હતી. જેમાં ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ અને હાઉસ ટેક્સ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 

આ ગૃહે જમ્મુ શહેરમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કર્યો છે. પ્રસ્તાવ મુજબ જમ્મુ શહેરમાં ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવામાં આવશે. આ માટે જિલ્લા ડેપ્યુટી કમિશનર મારફત કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય અન્ય મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે.

વોર્ડ 3ના કાઉન્સિલરે ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાની માગણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.તેઓના જણાવ્યા પ્રમાણે સાંજ અને રાત્રે વધુ  વોઈસ પોલ્યુશન થતું હતું ,જેથી સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોની સરકારોને ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. ગૃહમાં કાઉન્સિલરોના અભિપ્રાય બાદ તેને મંજૂરી આપવામાં આવી હતી.