Site icon Revoi.in

હવે ATMમાં નાણા નહીં હોય તો બેંકને થશે દંડઃ RBIનો નિર્ણય

Social Share

દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ એટીએમમાં રોકડ ખતમ થવા મામલે બેંકો ઉપર દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવ્થા 1લી ઓક્ટોબરથી અમલમાં મુકવામાં આવશે. કેન્દ્રીય બેંકએ એટીએમમાં રોકડ ઉપલબ્ધ ના હોવાને કારણે લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ નિર્ણય લીધો છે. એટીએમમાં સમય ઉપર પૈસા નહીં નાખનાર સંબંધિત બેંકને રૂ. 10 હજાર સુધીનો દંડ કરવામાં આવશે.

આરબીઆઈ એક મહિનામાં એટીએમમાં 10 કલાકથી વધારે સમય સુધી રોકડ નહીં હોવા મામલે સંબંધિત બેંકો ઉપર દંડ કરવામાં આવશે. આ વ્યવસ્થા એક ઓક્ટોબરથી લાગુ થશે. કેન્દ્રીય બેંકના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે. એટીએમમાં રોકડ નહીં જમા કરાવવા મુદ્દે દંડની વ્યવસ્થા કરવામાં આવ છે. જેથી લોકોને નાણા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આરબીઆઈને નોટો જાહેર કરવાની જવાબદારી આપવામાં આવી છે. બેંક પોતાની શાખાઓ અને એટીએમના વ્યાપક નેટવર્કના માધ્યમથી જનતાને પૈસા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી નિભાવે છે.

કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે, આ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે બેંક/વ્હાઈટલેવલ એટીએમ પરિચાલક એટીએમમાંથી રોકડની ઉપલબ્ધાને લઈને પોતાની પ્રણાલીને મજબુત બનાવશે. આરબીઆઈએ કહ્યું હતું કે, આ સંદર્ભમાં નિયમનું પાલન નહીં કરવા મુદ્દે ગંભીરતાથી પગલા લેવાયાં છે. એટીએમમાં રોકડ નહીં નાખવા મામલે દંડ કરવામાં આવશે. કોઈ પણ એટીએમમાં મહિનામાં 10 કલાકથી વધારે સમય સુધી રકમ નહીં હોય તો પ્રતિ એટીએમ રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવશે. સમગ્ર દેશમાં વિવિધ બેંકના લગભગ 2,21,766 જેટલા એટીએમ છે.

(Photo-File)