Site icon Revoi.in

હવે ફિલ્મ ‘પઠાણ’ એ એડવાન્સ બુકિંગના મામલે બાહુબલીને પણ પાછળ પછાડી- પઠાણ ફિલ્મનું શાનદાર થઈ રહ્યું છે બુકિંગ

Social Share

 

મુંબઈઃ- શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ પહબેલા જ ઘણી જ ચર્ચામાં રહી  છે.દિ અનેક વિવાદ છત્તા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થતાની સાથે જ ગણતરીના કાલકોમાં જ ફિલ્મનું શાનદાર બુકિંગ થઈ રહ્યું છે. ત્યારે હવે આ ફિલ્મના બુકિંગ પ્રભાસની ફિલ્મ બાહુબલીના એડવાન્સ બુકિંગને પણ પાછળ પછાડ્યું છે.

આ વાત પરથી અઁદાજો લગાવી શકાય છે કે પઠાણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી  શકે છે. પઠાણનું પ્રમોશન પણ જોરશોરથી ચાલી રહ્યું છે. સાથે જ હવે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે ભારતમાં લિમિટેડ થિયેટરોમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતા જ ફટાફટ સીટ બૂક થઈ રહી છે લોકોને હવે પહેલા શો માટે ટિકિટ મળવી મુશ્કેલ બની રહી છે.યશરાઝ બેનર હેઠળ બનેલી આ ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગઇ છે. પહેલા એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરીથી શરૂ થવાની હતી.
આ ફિલ્મે હિન્દી ફિલ્મ ‘બાહુબલી 2’નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે જે દેશમાં અત્યાર સુધી રિલીઝ થયેલી તમામ ફિલ્મોમાં સૌથી વધુ એડવાન્સ બુકિંગ ટિકિટ વેચવાનો છે. આ સાથે જ જ ઋતિક  રોશનની ‘વોર’ની સૌથી વધુ એડવાન્સ બુકિંગ ટિકિટ વેચાણના આંકડાને પાર કરી ચૂકી છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થનારી, પઠાણ તેલુગુ અને તમિલમાં પણ રિલીઝ થઈ રહી છે અને ફિલ્મના તેલુગુ વર્ઝનની એડવાન્સ બુકિંગ ટિકિટનું વેચાણ ઘણું સારું માનવામાં આવે છે.
‘પઠાણ’ની એડવાન્સ બુકિંગમાં છ લાખ 63 હજારથી વધુ ટિકિટ વેચાઈ છે. હિન્દી ફિલ્મની રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાં વેચાયેલી ટિકિટની આ સૌથી વધુ સંખ્યા છે. અગાઉ આ રેકોર્ડ રિતિક રોશન, ટાઈગર શ્રોફ અને વાણી કપૂરની ફિલ્મ ‘વોર’ના નામે હતો જેણે એડવાન્સ બુકિંગમાં લગભગ ચાર લાખ ટિકિટો વેચી હતી. ‘પઠાણે’ ફિલ્મ ‘KGF 2’ની એડવાન્સ બુકિંગમાં 5.5 લાખ ટિકિટ વેચવાનો રેકોર્ડ પણ તોડ્યો છે.

હવે એડવાન્સ બુકિંગને જોતા આશઆ સેવાઈ રહી છે કે આ ફિલ્મ પઠાણના ઓપનિંગ ડે વધુ સારી કમાણી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ એક જાસૂસી એક્શન ફિલ્મ છે.