Site icon Revoi.in

હવે તમારો સ્માર્ટફોન ખુદ બની જશે મોબાઈલ ટાવર, કોલ ડ્રોપ કે ખરાબ નેટવર્કની ઝંઝટ ખતમ

Social Share

ખરાબ મોબાઇલ નેટવર્કને કારણે યૂઝર્સે કોલ ડ્રોપની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ જલ્દી તેનાથી છુટકારો મળી શકે છે, કારણ કે હવે મોબાઇલ ટાવરની સમસ્યાથી જલ્દી છુટકારો મળી શકે છે. હકીકતમાં ચીને એવો સ્માર્ટફોન બનાવ્યો છે, જે સીધો સેટેલાઇટથી કનેક્ટ રહે છે.

ચીનના વૈજ્ઞાનિકોએ દુનિયાનો પ્રથમ સેટેલાઇટ કનેક્ટિવિટીવાળો સ્માર્ટફોન બનાવ્યો છે, જેની મદદથી સીધો સેટેલાઇટથી કોલ કરી શકાય છે. તે માટે ગ્રાઉન્ડ બેસ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી.

ઈમરજન્સીમાં મદદરૂપ સાબિત થશે
Huawei ટેક્નોલોજી તરફથી પ્રથમ સેટેલાઇટ કનેક્ટિવિટીવાળો સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. હુવાએ બાદ અન્ય ચાઇનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી, હોનર, ઓપ્પો આ રેસમાં ભાગ લઈ શકે છે. આ ટેક્નોલોજી ખાસ કરીને તે સમયે કામ કરશે, જ્યારે ઈમરજન્સીમાં કોલની જરૂર હશે. જ્યારે પરંપરાગત કમ્યુનિકેશન નેટવર્ક ફેલ થઈ જશે, તે દરમિયાન સેટેલાઈટ કનેક્વિટિવી કામ કરશે. પૂર, ભૂકંપ અને સુનામી દરમિયાન કમ્યુનિકેશન સિસ્ટમ બરબાદ થઈ જાય છે, તે સમયે સેટેલાઈટ કનેક્ટિવિટીવાળો સ્માર્ટફોન ખુબ મદદરૂપ થઈ શકે છે. ફોનમાં સીધી સેટેલાઈટ કનેક્ટિવિટી યૂઝર્સ માટે ખુબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

મળશે સેટેલાઈટ કનેક્ટિવિટી
નોંધનીય છે કે ચીનની સાથે એલન મસ્ક તરફથી સેટેલાઈટ કનેક્ટિવિટી પર ખુબ કામ કરવામાં આવી રહ્યું છે. ચીનની જેમ એલન મસ્ક તરફથી પણ પૃથ્વીની બહારની કક્ષામાં ઘણી કમ્યુનિકેશન સેટેલાઈટને પ્લેસ કરવામાં આવી છે. એલન મસ્કના સેટેલાઈટ કમ્યુનિકેશન દુનિયામાં કમ્યુનિકેશન કરી શકે છે. પરંતુ ચીનની સેટેલાઈટ હાલમાં એશિયા રીઝનમાં સેટેલાઈટ કનેક્ટિવિટી ઓફર કરી શકે છે. પરંતુ એટલું જરૂર સ્પષ્ટ થઈ ગયું છે કે આવનારો સમય સેટેલાઈટ કનેક્ટિવિટીનો છે. આ પહેલા સેટેલાઈટ કનેક્ટિવિટીમાં થોડો સમય લાગતો હતો. પરંતુ આજના સમયમાં ટેક્નોલોજીમાં સુધાર થયો છે, જેનાથી સેટેલાઈટની મદદથી હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર કરી શકાય છે.

,china-develped,satellite-smartphone,-call-drop-and-bad-network