Site icon Revoi.in

રાજકોટના રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યામાં થયો વધારો

railway
Social Share

રાજકોટ: રાજકોટ રેલવેને કોરોનાની ત્રીજી લહેરની આર્થિક રીતે કળ વળી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષની તુલનામાં છેલ્લા નવ મહિનામાં પેસેન્જર રેવન્યૂમાં પાંચ ગણો વધારો થયો છે. જ્યારે ગુડ્ઝ ટ્રાફિકમાં પણ 12 ટકા જેવો વધારો થતા રેલવેની સ્થિતિ મજબૂત બની રહી છે.

આંકડાઓની વાત કરીએ તો રેલવે પેસેન્જર આવક વધીને રૂ.147.57 કરોડ અને માલ પરિવહનની આવક છેલ્લા નવ મહિનામાં રૂ.1500.7 કરોડ સુધી પહોંચી જતા રેલવે તંત્રને મોટી રાહત થઈ છે. કોરોનાની પ્રથમ લહેરમાં ટ્રેનો બંધ થતા મોટો ફટકો પડ્યો હતો. પરંતુ હવે આવકના વધારાથી રેલવેની સ્થિતિ મજબૂત બની રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે કેટલીક ટ્રેનોને રદ કરી દેવામાં આવી હતી, તો કેટલીક ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા ખુબ ઓછા પ્રમાણમાં હતી જેના કારણે રેલવે વિભાગને આર્થિક રીતે ભારે નુક્સાનનો સામનો પણ કરવો પડ્યો હતો.

Exit mobile version