Site icon Revoi.in

અપુરતી ઊંધ ,શરદી અને કફમાં રાહત આપવાનું કામ કરે છે જાયફળ અને તેનું તેલ, જાણો તેના ઉપયોગ અને ફાયદાઓ

Social Share

 

આપણે દરેક લોકો આપણા સ્વાસ્થ્ય પર ઘણુ ધ્યાન આપીએ  છે. આ સાથે જ આપણા ખોરાકને હેલ્ધી બનાવીએ છે,ખાસ કરીને મરી સમાલા એવી વસ્તુઓ છે જે કોઈને કોઈ રીતે આપણા હેલ્થને લસારી કરવામાંં મદદરુપ બને છે,મરી હોય એલચી હોય કે પછી જાયફળ આ તમામ વસ્તુઓ આરોગ્ય માટે ગુણકારી છેઆજે વાત કરીશું જાયફળના ફાયદાઓ વિશેની.

જાણો જાયફળનો ઉપયોગ અને ફાયદા

જે લોકોને હરસ કે મસાની સમસ્યા હોય છે તેમણે જાયફળનો પાવડર ઘી સાથે સવાર સાંજ લેવાથી આ સમસ્યામાંથી છૂટકારો મળે છે

ગરમ દૂધમાં જાયફળવો પાવડર નાખીને પીવાથી આરોગ્ય તંદુરસ્ત રહે છે

આ સાથે જ જાયફળના તેલનો હાથ પગ અને સાઘા પર સમાસજ કરવાથી દુખાવામાં રાહત મળએ છે

જે લોકોને પુરતી ઊઁધ નથી થતી અટલ્ કે અનિદ્રાથી પીડાઈ રહ્યા છે તેવા લોકો માટે જાયફળનું સેવન ફઆયદા કારક સાબિત થાય છે આ માટે ગાયના ઘીમાં જાયફળ ઘસીને પગના તળીએ અને આંખોની પાંપણો પર લગાવવું, તેનાથી ઊંઘ સારી આવે છે.

આ સહીત જાયફળને પાણી કે ઘીમાં ઘસીને પાંપણો પર લેપની જેમ લગાવવાથી ઊંઘ સારી આવે છે.

જાયફળને પાણીમાં ઘસીને દિવસમાં ખોરાકના રૂપમાં પીવાથી શરદી લાગવાથી બાળકોને થતા ડાયેરીયા પણ મટે છે.

આ સાથે જ જાયફળમાં ગોળ ભેળવીને નાનીઓ નાની ગોળીઓ બનાવીને 1-1 ગોળી ને 2-2 કલાક પછી ખાવાથી કબજિયાત અને બદહજમીના કારણે થનારા ડાયેરીયામાં પરાહત મળે છે

જાયફળને પાણીમાં ઘસીને લેપ બનાવી લેવો. આ લેપને નાક પર, નખ પર અને છાતી પર ઘસવાથી જલ્દી આરામ મળે છે.

જાયફળનો પાવડર  સુંઠ સાથે બરાબર માત્રામાં ભેળવીને તેના ચોથા ભાગનું ચમચી 2 વખત ખવરાવવું. તેનાથી શરદી અને કફની તકલીફ દુર થઈ જશે.

જાયફળ વાટેલું એક ચપટીની માત્રામાં લઈને દૂધમાં ભેળવીને આપવાથી શરદીની અસર ઠીક થઈ જાય છે. તેને શરદીમાં સેવન કરવાથી શરદી લાગતી નથી.

આ સાથે જ 1 ગ્રામ જાયફળના પાવડરને અડધા કપ પાણી સાથે દિવસમાં સવારે અને સાંજે પીવું. તેનાથી પેટમાં થતો ફુલાવું, પેટમાં  થતો દુખાવો મટે છે

જાયફળના પાવડરને મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી શરદીમાં રાહત થાય છે આ સાથે જ ગળાની ખરાશ પણ દૂર કરવામાં આ મિશ્રણ મદદરુપ સાબિત થાય છે