Site icon Revoi.in

OBC આરક્ષણનું થશે પેટા વર્ગીકરણ ,રોહિણી પંચે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો

Social Share

દિલ્હીઃ-રોહિણી પંચે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો છે. કમિશને તેની ભલામણોમાં શું કહ્યું છે તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ જી. રોહાની આ કમિશનના અધ્યક્ષ છે.

આ સહીત પછાત વર્ગ આયોગની ભલામણ પર 2 ઓક્ટોબર 2017ના રોજ કમિશનની રચના કરવામાં આવી હતી. કમિશને રિપોર્ટ રજૂ કરવામાં લગભગ છ વર્ષનો લાંબો સમય લીધો હતો. આ સમયગાળા દરમિયાન કમિશનનો કાર્યકાળ 14 વખત વધારવામાં આવ્યો હતો.

અન્ય પછાત વર્ગો (OBC) આરક્ષણના પેટા-વર્ગીકરણ માટે રચાયેલા ચાર સભ્યોના જસ્ટિસ જી રોહિણી પંચે આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ અને આ વર્ષે પાંચ મહત્વપૂર્ણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે.
જો કે પંચનો અહેવાલ સાર્વજનિક કરવામાં આવ્યો નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે આયોગે તેમાં સમાવિષ્ટ તમામ જ્ઞાતિઓને લાભ આપવા માટે ઓબીસી માટે 27 ટકા અનામતની ત્રણ કે ચાર શ્રેણી બનાવવાની ભલામણ કરી છે.
આથી વિશેષ કમિશને તેના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓબીસીમાં સમાવિષ્ટ 2633 જાતિઓમાંથી લગભગ એક હજાર જાતિઓને છેલ્લા ત્રણ દાયકામાં એક વખત પણ અનામતનો લાભ મળ્યો નથી. માત્ર 48 જાતિઓને 50 ટકા અનામતનો લાભ મળ્યો છે. કુલ અનામતના 70 ટકા અનામતનો લાભ માત્ર 554 જાતિઓએ જ લીધો છે.