Site icon Revoi.in

ઓડીશા : પીએમ મોદી આજે IIM સંબલપુરના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કરશે

Social Share

દિલ્હીઃ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના IIM સંબલપુરના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કરશે. આ અંગે તેમણે શુક્રવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે, જેમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમ દ્વારા શિલાન્યાસ કરશે.

IIM સંબલપુરના કાયમી કેમ્પસના શિલાન્યાસ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ, મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશંક સિવાય કેન્દ્રીય મંત્રી ધમેન્દ્ર પ્રધાન અને પ્રતાપ ચંદ્ર સારંગી પણ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ, આઇઆઇએમ સંબલપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સહિત 5000 થી વધુ આમંત્રિતો ઉપસ્થિત રહેશે.

આઇઆઇએમ સંબલપુરએ ફ્લિપ કરેલા વર્ગખંડના વિચારને અમલમાં મૂકનાર પ્રથમ આઈઆઈએમ છે. જ્યાં મૂળભૂત વિચારો ડિજિટલ મોડમાં શીખવવામાં આવે છે. અને ઉદ્યોગને જીવંત પ્રોજેક્ટ્સ દ્વારા વર્ગમાં પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થાએ એમબીએ (2019-21) બેચમાં 49% અને એમબીએ (2020-22) બેચમાં 43% વિદ્યાર્થીનીઓ સાથે ઉચ્ચતમ લિંગ વિવિધતાના સંદર્ભમાં અન્ય તમામ આઈઆઈએમને પણ પાછળ છોડી દીધી છે.

મળતી માહિતી મુજબ આઈઆઈએમ સંબલપુર કેમ્પસનું નિર્માણ કાર્ય એપ્રિલ 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે. અહીં બનનારી તમામ ઇમારતો આધુનિક સુવિધાથી સજ્જ હશે.

આ પહેલા શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં દેશના તમામ બેઘર પરિવારોને પાકું મકાન પુરૂ પાડવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં હતાં. આ દિશામાં પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ઉદ્દધાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને ત્રિપુરા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડ અને તમિલનાડુમાં ગરીબ લોકોને સસ્તા મકાનો આપશે.

દેવાંશી-