Site icon Revoi.in

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક ટ્રક પાછળ લકઝરી બસ ઘૂંસી જતાં 10ને ગંભીર ઈજા

Social Share

લીંબડીઃ રાજ્યના નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે લીંબડી નજીક જનશાળી ગામના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર સાઈડમાં પાર્ક કરેલી ટ્રક પાછળ લકઝરી બસ ધડાકા સાથે અથડાતા બસમાં મુસાફરી કરી રહેલા 10 જેટલા પ્રવાસીઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક જનશાળી ગામના પાટિયા પાસે  ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. લીંબડીના જનશાળી ગામના પાટિયા પાસે ઉભેલી બંધ ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર અંદાજે 40 પ્રવાસીઓ સવાર હતા. જેમાં 10થી વધુ પ્રવાસીઓને ઈજાઓ પહોંચતા 4 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,  રાજકોટથી  અમદાવાદ તરફ ખાનગી લક્ઝરી બસ જતી હતી તે દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લીંબડીના જનશાળી ગામના પાટિયા પાસે ઉભેલી બંધ ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. લકઝરી બસમાં સવાર અંદાજે 40 પ્રવાસીઓ સવાર હતા. જેમાં 10થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા 4 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાબાદ લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનોં દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.