Site icon Revoi.in

ખેડૂત દિવસ પર રક્ષામંત્રી રાજનાથ સિંહ એ કહ્યું , સરકાર વાત કરી રહી છે, અન્નદાતાઓ જલ્દીથી આંદોલન પરત ખેંચશે

Social Share

દિલ્હીઃ-કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડૂત દિવસ નિમિત્તે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તમામ ખેડુતોને શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે સરકાર ખેડૂતો સાથે વાત કરી રહી છે, તેઓ જલ્દીથી પોતાનું આંદોલન પાછું ખેંચી લેશે.

ચૌધરી ચરણસિંહ જીની જન્મજયંતિ નિમિત્તે તેમને યાદ કર્યા

ખેડૂત દિવસની શુભેચ્છાઓ પાઠવતા રાજનાથસિંહે કહ્યું કે, ‘હું પૂર્વ પ્રધાનમંત્રી અને દેશના સૌથી આદરણીય ખેડૂત નેતાઓમાં અગ્રણી ચૌધરી ચરણસિંહ જીને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ અને નમન કરું છું. ચૌધરી સાહેબે આજીવન ખેડુતોની સમસ્યાઓ પર અવાજ ઉઠાવતા આવ્યા અને તેમના કલ્યાણ માટે કાર્ય કરતા રહ્યા. દેશ તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે.

રાજનાથે કહ્યું, “ચૌધરી ચરણ સિંહ ઇચ્છતા હતા કે દેશના ખેડુતોની આવક વધે, તેમના પાક લાભકારી મહેનતાણું મળવું જોઈએ અને ખેડૂતોનું સન્માન સુરક્ષિત રહે, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તેમની પ્રેરણાથી જ ખેડૂતોના હિતમાં ઘણા પગલા લઈ રહ્યા છે. તેઓ કોઈ પણ સંજોગોમાં ખેડુતોને નુકશાન થવા નહીં દે.

તેમણે કહ્યું કે ‘આજે ખેડૂત દિવસ નિમિત્તે હું દેશના તમામ અન્નદાતાઓને શુભેચ્છા પાઠવું છું. તેઓએ દેશને અન્ન સુરક્ષાનું કવચ પ્રદાન કર્યું છે. કેટલાક ખેડુતો કૃષિ કાયદાને લઈને  આંદોલન કરી રહ્યા છે. સરકાર તેમની સાથે સંપૂર્ણ સંવેદનશીલતા સાથે વાત કરી રહી છે. મને આશા છે કે તેઓ જલ્દીથી પોતાનું આંદોલન પાછું ખેંચશે. ‘

સાહિન-