Site icon Revoi.in

7 માર્ચે દુનિયા જોશે ભારતીય વાયુ શક્તિનું પ્રદર્શન, PM મોદી ચીફ ગેસ્ટ તરીકે રહેશે હાજર

Social Share

દિલ્હી :રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત 7 માર્ચે પોતાની હવાઈ શક્તિનું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય વાયુસેનાના આ વાયુ શક્તિ અભ્યાસના મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.આ દરમિયાન પીએમ મોદી એક લક્ષ્ય નક્કી કરશે, જેને ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન દ્વારા તોડી પાડવામાં આવશે.ખાસ વાત એ છે કે,આ એર પાવર એક્સરસાઇઝમાં રાફેલ સહિત લગભગ 150 એરક્રાફ્ટ ભાગ લેશે અને આકાશમાં પોતાની લડાઈ કૌશલ્ય બતાવશે.આ પહેલા ભારતીય વાયુસેનાની આ કવાયત વર્ષ 2019માં થઈ હતી.આ વખતે જેસલમેરની પોખરણ રેન્જમાં વાયુસેનાના 150 વિમાનો 7 માર્ચે આકાશમાં પોતાનો જૌહર બતાવીને દુનિયાને પોતાની હવાઈ શક્તિનું પ્રદર્શન કરશે.

ભારતીય વાયુસેના અનુસાર, વાયુસેના પોખરણ રેન્જમાં દર ત્રણ વર્ષે યુદ્ધ અભ્યાસ કરે છે. આ વખતે રાફેલ સહિત 150 વિમાનોમાંથી 109 ફાઈટર એરક્રાફ્ટ આ કવાયતમાં ભાગ લેવા જઈ રહ્યા છે.વાયુસેનાએ આ કવાયતની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.વાયુસેનાના વાઇસ એર ચીફ માર્શલ સંદીપ સિંહે જણાવ્યું હતું કે,એરફોર્સ એક્સરસાઇઝ 2022માં ફાઇટર એરક્રાફ્ટ જગુઆર, રાફેલ, સુખોઇ-30, મિગ-29, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ, મિગ21 બિસન, હોક 32, એમ 200નો સમાવેશ કરવામાં આવશે,જ્યારે ગ્લોબ માસ્ટર સહીત ઘણા વિમાન પણ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે.ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-17 અને C-130J Hercules, Chinoque અને Mi 17 V5, Mi 35, Apache પણ આ કવાયતમાં ભાગ લેશે.આકાશ મિસાઈલ સિસ્ટમ અને સ્પાઈડર મિસાઈલ સિસ્ટમની ક્ષમતાઓનું પણ પ્રદર્શન કરવામાં આવશે.

તમામ પ્રકારના આધુનિક હથિયારોથી સજ્જ રાફેલ ફાઈટર એરક્રાફ્ટમાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે 4.5 જનરેશનનું ફાઈટર એરક્રાફ્ટ છે.રાફેલ ફાઈટર પ્લેનમાં 74 કિગ્રા ન્યૂટનના થ્રસ્ટ સાથે બે એમ88-3 સાફ્રાન એન્જિન આપવામાં આવ્યા છે.આ ફાઈટર જેટ ઉડાન દરમિયાન એકબીજાની મદદ કરી શકે છે. રાફેલ ફાઈટર જેટ્સ પણ એક એરક્રાફ્ટને બીજા એરક્રાફ્ટમાં ઈંધણ પહોંચાડવામાં સક્ષમ છે.રાફેલ લગભગ 2,222.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને 50 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે.