Site icon Revoi.in

મન કી બાતના 100મા એપિસોડ પર પ્રવાસન મંત્રાલયની નવી પહેલ, યુથ ટુરિઝમ ક્લબ દ્વારા 100 દિવસના કાર્યક્રમનું કરશે આયોજન

Social Share

દિલ્હીઃ- આજે પીએમ મોદીનો મનકી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે, આ સોમા એપિસોડને બીજેપી દ્રારા ખાસ બનાવાઈ રહ્યો છએ,દેશ વિદેશમાં પમ ચેનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે જે એક ઐતિહાસિક ક્ષણ કહી શકતાય ત્યારે આ 100 એપિસોડ પુરા થવા પર પ્રવાસન મંત્રાલયે પણ એક નવી પહેલ કરી છે.

પ્રાપ્તચ વિગત પ્રમાણે મન કી બાતના 100મા એપિસોડને ધ્યાનમાં રાખીને, પ્રવાસન મંત્રાલય ખાસ પહેલ તરીકે યુવા પ્રવાસન ક્લબ દ્વારા 100 દિવસના કાર્યક્રમનું આયોજન કરશે. મંત્રાલયે અત્યાર સુધીમાં 30,000 યુવા પ્રવાસન ક્લબની રચના કરી છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે યુવા પ્રવાસન એમ્બેસેડર બનાવવાનો છે.પ્રવાસન મંત્રાલયે આગામી 100 દિવસમાં યુવા પ્રવાસન ક્લબની સંખ્યા વધારીને 50,000 કરવાની દરખાસ્ત પણ કરી છે.

આ સહીત આ યુવા પ્રવાસન એમ્બેસેડર સમગ્ર દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કતું જોવા મળષે. સ્વાતંત્ર્ય દિન અમૃત મહોત્સવ સાથે શાળાઓ, કોલેજો અને ભારતીય હોટલ મેનેજમેન્ટ સંસ્થાઓમાં યુથ ટુરિઝમ ક્લબની સ્થાપના શરૂ કરવામાં આવી છે.

આ મામલે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મન કી બાતના 100મા એપિસોડની ઉજવણી કરવા માટે, વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવા પ્રવાસન ક્લબ સાથે લાઇવ પ્રોગ્રામ જેવી વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન મિશનનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો.