Site icon Revoi.in

‘મન કી બાત કાર્યક્મના100 એપિસોડ પુરા થવા પર કેન્દ્ર 100 રુપિયાનો સિક્કો જારી કરશે, જેના પર લખ્યુ હશે ‘મન કી બાત 100’

Social Share

દિલ્હીઃ- પીએમ મોદી આ રવિરાવે રેડિયો પર મન કી બાત કાર્યક્મનો 100 મો એપિસોડ પ્રસારિત કરવાના છે ત્યારે આ કાર્યક્રમના 100 એપિસોડ થવાની ખુશીમાં ઉજવણી પણ કરાઈ  રહી છે ,ભાજપ દ્રારા વિશ્વભરમાં આ કાર્યક્મ પ્રસારિત કરવાની યોજના બનાવાઈ છે.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમ દ્રાર દેશવાસીોને સંબોધિત કરતા હોય છે.

આ કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. આ પ્રસંગે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. સિક્કા પર ‘મન કી બાત 100’ લખેલું હશે. સિક્કા પર માઇક્રોફોન પણ બનાવવામાં આવશે અને 2023 લખેલું હશે.ખાસ આ કાર્યક્મના 100 એપિસોડ પુરા થવા પર આ સિક્કો કેન્દ્ર દ્રારા જારી કરવામાં આવી રહ્યો છે.

30 એપ્રિલે પીએમ મોદીના ‘મન કી બાત’નો 100મો એપિસોડ પ્રસારિત થશે. જેને લઈને ભાજપ દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપે એક લાખથી વધુ બૂથ પર તેનું પ્રસારણ કરવાની યોજના બનાવી છે. આ સાથે પાર્ટી ઈચ્છે છે કે તેનું સમગ્ર વિશ્વમાં પ્રસારણ થવુ જોઈએ. ભાજપનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશ્વભરમાં છે, એટલા માટે તેનું વિશ્વભરમાં પ્રસારણ થવું જોઈએ.

આ સાથે જ  દરેક લોકસભા મતવિસ્તારમાં 100 જગ્યાએ 100 લોકો મન કી બાત સાંભળશે. પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત લોકોને પણ સન્માનિત કરવામાં આવશે, જેમનો ઉલ્લેખ પીએમ મોદીએ ‘મન કી બાત’માં કર્યો છે. પીએમ મોદીનું ‘મન કી બાત’ રેડિયો પ્રસારણ 3 ઓક્ટોબર 2014ના રોજ દશેરાના દિવસે શરૂ થયું હતું.ત્યારે હવે તેના 100 એપિસોડ 30 એપ્રિલના રોજ પુરા થવા જઈ રહ્યા છે.