Site icon Revoi.in

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે વૈષ્ણો દેવી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા

Social Share

જમ્મુ:આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. ભક્તો આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી જ શરૂ કરી દે છે.આ દરમિયાન દરેક જગ્યાએ સકારાત્મક ઉર્જા હોય છે અને શાંતિનું વાતાવરણ રહે છે.નવરાત્રિ દરમિયાન ઘણા ભક્તો મા દુર્ગાના મંદિરે પણ જાય છે.

આજ પહેલી ચૈત્રી નવરાત્રી નિમિતે મંદિરોમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને અંબે માતાના દર્શન માટે મંદિરોમાં જોરદાર લાઈન અને ભીડ જોવા મળી છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિત કટરામાં ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. આ મંદિરમાં દર વર્ષ લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને માતા વૈષ્ણોદેવીના દર્શન કરે છે.

ભક્તોની માતા વૈષ્ણોદેવી માટે અનોખી શ્રધ્ધા અને આસ્થા હોય છે. લોકો દેશ-વિદેશથી માતા વૈષ્ણોદેવીના દર્શન માટે આવતા હોય છે. આ મંદિરની બહાર ભક્તો દ્વારા અન્ય ભક્તોની મદદ અને સેવા પણ વિનામૂલ્યે કરવામાં આવતી હોય છે.એવું કહેવાય છે કે ચૈત્રી નવરાત્રીના સમયે દરેક વ્યક્તિએ એક વાર તો માતા વૈષ્ણોદેવીના દર્શને જવું જોઈએ.