Site icon Revoi.in

ભારત-બાંગ્લાદેશના જવાનોએ સરહદ પર ઈદ – ઉલ- અજહા નિમિત્તે મિઠાઈની કરી આપ-લે

Social Share

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઈલ ઉલ અજહા એટલે કે બકર ઈદની ઉજવણી થઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશની સરહદ પર પણ બકરી ઈદની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ફુલબાડીમાં બીએસએફ દ્વારા સોમવારે બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશની સાથે મિઠાઈની આપ-લે કરી છે. સીમાઓ પર ભલે દેશોના વિભાજન થઈ ગયા હોય, પરંતુ તહેવારના મોકા પર બોર્ડર પર તેનાત જવાનો એકબીજાને ખુલીને ગળે મળે છે.

સીમાઓ પર તહેવારો દરમિયાન મિઠાઈની આપલે કરવાની પરંપરા રહેલી છે. ઈદ, દિવાળી અને હોળીના પ્રસંગે ભારત અને બાંગ્લાદેશના જવાનો પણ એકબીજાને ગળે મળે છે અને પરસ્પર મિઠાઈઓની આપલે કરતા હોય છે.

આખા દેશમાં ધામધૂમથી બકરી ઈદ મનાવાય રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશની તમામ મસ્જિદો અને ઈદગાહોમાં નમાજ અદા કરાઈ રહી છે. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં તેના માટે પ્રશાસને ખાસ વ્યવસ્થા કરી છે. ઈદના પ્રસંગે ત્યાં ખુશી અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મસ્જિદોમાં લોકોએ ઈદ ઉલ અજહાની નમાજ અદા કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં ઈદના પ્રસંગે લોકો નમાજ અદા કરતા જોવા મળ્યા છે. શ્રીનગરના મોહલ્લા મસ્જિદમાં લોકોએ નમાજ અદા કરી છે. આ દરમિયાન પોલીસકર્મીઓએ મિઠાઈઓ પણ વહેંચી છે.

કાશ્મીરમાં બકરી ઈદના તહેવારને જોતા સરકારે ઘણાં મહત્વના પગલા ઉઠાવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર તરફથી ઘરોમાં એલપીજી અને શાકભાજી મોકલવામાં આવી રહી છે. રજાના દિવસે કાશ્મીર ખીણમાં બેંકો અને લગભગ 3557 રાશનની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે.