Site icon Revoi.in

એક બાજુ દરિયામાં તૌકાતે વાવાઝોડાની અસર, તો બીજી તરફ દરિયાકિનારાનો આનંદ માણતા બેદરકાર લોકો

Social Share

સુરત: અરબી સમુદ્રમાં ઉઠેલા તૌકાતે નામના વાવાઝોડાને કારણે તંત્ર એલર્ટ થયુ છે, લોકોની બચાવ કામગીરી માટે 50 જેટલી એનડીઆરએફની ટીમ પણ તેનાત કરવામાં આવી છે. આવા સમયમાં લોકોની ગંભીર બેદરકારી જોવા મળી છે.

તો વાત એવી છે કે વાવાઝોડા કારણે વલસાડ જિલ્લામાં 16, 17 અને 18 મે ના રોજ વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો આવતા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ તાલુકાના પશ્ચિમ પટ્ટીના દરિયામાં મોજાનો તીવ્ર કરન્ટ જોવા મળ્યો હતો. આવા સમયે લોકો તિથલ બીચ ઉપર વહેલી સવારમાં લોકો મજા માણી રહ્યાના દ્રશ્યો સામે આવ્યાં હતા. જોકે, થોડા જ સમયમાં આ લોકોને તંત્રએ બીચ પરથી સુરક્ષિત જગ્યાએ જવાનાં આદેશ આપ્યાં હતા.

હાલ કોરોનાવાયરસના સંક્રમણના કારણે તમામ લોકોને એક સ્થળ પર ભેગા ન થવા માટે સલાહ આપવામાં આવી છે. તો આ પ્રકારના લોકો બીચ પર ભેગા થઈને કોરોનાવાયરસના સંક્રમણનું જોખમ પણ વધારી રહ્યા છે.

મીડિયામાં લોકોની બેદરકારીનું પ્રસારણ થતા પોલીસ તાત્કાલિત ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સલામત સ્થળે ખસી જવાનું કહેવામાં આવ્યું હતુ.