Site icon Revoi.in

અખાત્રિજના આજે શુભ દિને કોરોનાને લીધે લગ્નોની શરણાઈ ન ગુંજી

Social Share

અમદાવાદઃ અખાત્રિજના દિનને દરેક કાર્યના શુભારંભ માટે ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. જેમાં નવા મકાનની વાસ્તુ,  વાહનની ખરીદી, અને લગ્નો માટે વણજોયું મુહૂર્ત એટલે અખાત્રિજનો દિન, આજે અખાત્રિજના દિને કોરોનાને લીધે લગ્નો ખૂબજ મર્યાદિત સંખ્યામાં યોજાયા હતા. લગ્નોની શરણાઈ કે ઢોલ ઢબુક્યા નહતા. તમામ પાર્ટીપ્લોટ્સ અને મેરેજ હોલ આજે સુમસામ જોવા મળ્યા હતા. કારણ કે, સરકારે લગ્નો માટે 50 વ્યક્તિઓને જ ભેગા થવાની મંજુરી આપી છે. એટલે ઘણાબધા પરિવારોએ લગ્ન સમારોહ મોકુફ રાખ્યા હતા તેના લીધે મંડપ ડેકોરેશન, પાર્ટી પ્લોટ,  બેન્કવેટ હોલ, કેટર્સના વ્યવસાયકારો ઉપરાંત તમામ ધંધાર્થીઓ સાથે સંકળાયેલા પેટા ધંધાર્થીઓની માઠી હાલત સર્જાઇ છે

રાજ્યભરમાં લગ્ન પ્રસગં ધામધૂમથી અને ભપકાદાર રીતે ઉજવવાનો ટ્રેન્ડ છે. સગાઈ કે લગ્નસરાની સીઝનમાં નાના–મોટા ધંધાર્થીઓ જેમાં મંડપ ડેકોરેશનથી લઈ અને કેટરિંગ, ફોટોગ્રાર થી લઈ ફલાવર ડેકોરેશન, બ્યુટી પાર્લર લઇ કપલ માટે હનીમૂન પેકેજ ગોઠવતાં ટ્રાવેલ એજન્ટ ની આખા વરસની સીઝન ચાર મહિના દરમિયાન ગોઠવાતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના નું વિધ્ન હટતું નથી અને લ ગ્ન પ્રસંગો દોઢ બે વરસ થી પાછા ઠેલાતા જાય છે. ગત વખતની સિઝન માર્ચ મહિનાથી લઈને જૂન મહિના સુધી, દિવાળી સમયે નવેમ્બર અને ડિસેમ્બર આ સમયગાળામાં મોટાભાગના પરિવારોમાં સાદગીથી લગ્નો યોજાયા હતા.અને જેમની ધામધૂમથી લગ્ન પ્રસંગ કરવાની ઈચ્છા હતી તેમને એ સમયે મોકૂફ રાખ્યા હતા